મહોરમના તહેવાર ને લઈને બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા ની સુચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.એસ.જી.સરવૈયા એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરના જાહેર માર્ગો ઉપર ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ.મહોરમના તહેવાર ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થાય તે માટે પોલીસ દ્વારા ગીબરોડ,મેઈન બજાર તેમજ તાજીયા નિકળતા એવા કાંકરીયા ચોરા,આંબલીયા ચોરા,દેસાઈ વ્હોરાના ચોરા સહીતના વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કર્યુ હતુ..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર