Delhi

નવરાત્રીને કારણે અમદાવાદમાં રમાનારી ભારત-પાક. મેચની તારીખ બદલાઇ શકે

નવીદિલ્હી
વર્લ્ડ કપમાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં થનારી ટક્કરનું શિડ્યૂલ બદલાઈ શકે છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ આ બ્લોકબસ્ટર ટક્કરની તારીખ બદલવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. હકીકતમાં જાેઈએ તો, ૧૫ ઓક્ટોબરથી નવરાત્રિ શરુ થઈ રહી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન ભવ્ય રાસ-ગરબાનું આયોજન પણ થાય છે. ત્યારે આવા સમયે સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને આ યાત્રા કાર્યક્રમમાં ફેરફાર કરવાની સલાહ આપી છે. જાે મેચની તારીખ બદલાશે, તો એ ફેન્સ માટે મોટો ઝટકો લાગશે, જેમણે ફ્લાઈટ અને હોટલના રુમનું બુકીંગ પહેલાથી કરી રાખ્યું છે. ભારત-પાકિસ્તાનની બ્લોકબસ્ટર ટક્કર જાેવા માટે દુનિયાભરના ખૂણેખૂણેથી ફેન્સ પહોંચવાના હતા. આ દરમ્યાન બ્રોડકાસ્ટર્સને પણ જલસો પડવાનો છે, કારણ કે તે સમયે ટીઆરપી આકાશે આંબી જાય છે.
બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ પોતાનું નામ ન બતાવવાની શરત પર દ ઈંડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે, અમે સુરક્ષા એજન્સીઓેને જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન જેવી હાઈ પ્રોફાઈલ મેચ માટે લાખો લોકો અમદાવાદ આવશે. ત્યારે આવા સમયે નવરાત્રિને લઈને તેને આગળ વધારી શકે છે. અમે અમારી પાસે રહેલા તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ર્નિણય લેવામાં આવશે. ગત મહિનાના અંતમાં જ્યારે આઈસીસીએ વિશ્વ કપ કાર્યક્રમની જાહેરાત કરી તો, લગભગ એક લાખની ક્ષમતાવાળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ચાર મોટી મેજબાની મળી, જેમાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે ટૂર્નામેન્ટની ઓપનિંગની ટક્કર, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા અને ફાઈનલ મેચ સામેલ છે. ૧૦ શહેરોમાં થનારા આ વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકત્તામાં રમાશે. અમદાવાદથી આવેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, મોટા ભાગની હોટલ અડધો ઓક્ટોબર સુધી પહેલાથી બુક થઈ ચુકી છે. અહીં સુધઈ કે હોમસ્ટે જેવા વિકલ્પ પણ ખતમ થઈ ચુક્યા છે. હવાઈ ભાડામાં પણ વધારાની આશા છે. જાે ભારત-પાકિસ્તાનની મેચ કોઈ બીજા દિવસે શિફ્ટ થાય છે, તો મોટા પાયે ટિકિટ અને રુમ કેન્સલ થઈ જશે અને જબરદસ્ત બુકીંગની સંભાવના છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *