Gujarat

સી આર પાટીલ પાસેથી રૂપિયા ૮ કરોડની ખંડણી માગનાર ઝડપાયો

સુરત
સુરતમાંથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પાસેથી ખંડણી માગનારને ઝડપી લેવામાં આવ્યો છે. આ વ્યક્તિએ ભાજપના પ્રદેશ પ્રમુખ પાસે રુપિયા ૮ કરોડની ખંડણી માગી હતી. સી આર પાટીલ પર આ વ્યક્તિએ ચૂંટણીમાં રૂ. ૮૦ કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવીને ખંડણી માગી હતી. આ મામલે સુરતના ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની ઠક્કરે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે ખંડણી માગનારની ધરપકડ કરી લીધી છે. જે પછી આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયો છે. વિધાનસભાની ચૂંટણી સમયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાયરલ કરનાર અમદાવાદના જીનેન્દ્ર શાહ સામે આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જીનેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે તેણે રુપિયા ૮૦ કરોડ પાર્ટી ફંડ માટે ઉઘરાવી આપ્યા હતા. જેમાંથી વાયદા અનુસાર ૧૦ ટકા લેખે ૮ કરોડ કમિશન મને આપવામાં આવ્યું નથી. આ સિવાય ફરિયાદમાં ઉલ્લેખ છે કે કોઇપણ જાતના આધાર પુરાવા વિના, બદનામ કરવા, પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રાજકીય હેતુ પાર પાડવા માટે આરોપ લગાવ્યા છે. ભટાર રોડ ના ઉમરાવ નગરમાં રહેતો સની નિલેશભાઇ ઠાકોર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરે છે. તેણે જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ગત ૩૦મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ તેને વોટ્‌સએપ પર એક લીંક સાથે વીડિયો મળ્યો હતો. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ૮૦ કરોડનો કાંડ કર્યો એવું લખેલું હતું. ૮ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા ભાજપ અને પ્રદેશ પ્રમુખ પાટીલ સામે ગંભીર આરોપો મૂકતો વીડિયો વાયરલ કરનારા જિનેન્દ્ર શાહ સામે ૈંઁઝ્ર કલમ ૩૮૪, ૪૬૯, ૫૦૦, ૫૦૪ તથા ૫૦૧ બ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહની આ કેસમાં ધરપકડ કરી છે. શાહને બુધવારે સાંજે કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે ૨૯મી તારીખે સાંજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ખંડણી વસૂલવા વીડિયો બનાવી તેને વાયરલ કરવામાં શાહને મદદ કરનારા વિજયસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું પણ આધારભૂત પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

File-02-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *