Gujarat

GMERS કોલેજાેમાં થયેલ ફી નો વધારો પાછો ખેંચો ઃ કોંગ્રેસ

અમદાવાદ
ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત કોલેજાેમાં કરાયેલ મેડિકલ ફી વધારા ને લઈ વિરોધ જારી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને ૧૩ વર્ષ પહેલા ય્સ્ઈઇજી મેડિકલ કોલેજાેની સ્થાપના સમયે કરાયેલ જાહેરાત યાદ કરાવી ફી વધારો પરત ખેંચવા માંગ કરી છે. શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પત્ર લખી ભાવ વધારો ગરીબ વર્ગના બાળકોનું સપનું રોળશે એમ જણાવ્યું. ફી વધારા અંગે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ય્સ્ઈઇજી કોલેજાેમાં જે રીતે રાજ્ય સરકારે ફી નો તોતિંગ વધારો કર્યો છે. તેના લીધે દ્ગઈઈ્‌ ના ઊંચા સ્કોરના આધારે જે વિદ્યાર્થીઓને ય્સ્ઈઇજી કોલેજાેમાં પ્રવેશની શક્યતા હતી તે તમામ માટે હવે નાણાકીય આયોજન કેવી રીતના કરવું એ ગંભીર પ્રશ્ન બની ગયો છે. સોસાયટીની કોલેજમાં કરવામાં આવેલ તોતિંગ વધારો પાછો ખેંચવામાં આવે જેથી કરી ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું શિક્ષણ લોન લઈને વિદેશમાં અભ્યાસ કરવાને બદલે રાજ્યમાંથી તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર થઈ શકે. અને રાજ્યમાં ડોક્ટરોની ઘટ કઇંક અંશે ઓછી થાય. રાજ્યની ૧૩ ય્સ્ઈઇજી હેઠળ ની મેડીકલ કોલેજમાં સરકારી કવોટની ૭૫% બેઠકોમાં જૂની ફી ૩.૫૦ લાખ હતી જેની વાર્ષિક ફી માં બે લાખનો વધારો કરી ૫.૫૦ લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ કવોટની ૧૦% બેઠકોમાં અત્યાર સુધી ૧૨ લાખ રૂપિયા ફી હતી. જેમાં ૫ લાખ રૂપિયા નો વધારો કરી ૧૭ લાખ કરવામાં આવી છે. જ્યારે દ્ગઇૈં કવોટની ફી અત્યાર સુધી ૧૫ હજાર ડોલરથી વધારી ૨૫ હજાર ડોલર કરાતા વિરોધ કરાઈ રહ્યો છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *