અમદાવાદ
રેલવે સંરક્ષાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર ચાર રેલવે કર્મચારીઓનું ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ ચાર કર્મચારીઓને પ્રમાણપત્રો અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સંરક્ષા મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત રેલવે કર્મચારીઓમાં ગાંધીધામના રામકૃષ્ણ યાદવ કાંટેવાલા, ખાખરેચીના સ્ટેશન માસ્ટર બલવીરસિંહ , ઊંઝાના સ્ટેશન માસ્ટર સંદીપ સિંહ અને સ્ટેશન માસ્ટર ઈમ્તિયાઝ અહેમદ કામલીને ડીઆરએમ તરફથી સન્માન આપવામાં આવ્યુ. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રાકેશ ખરાડીએ જણાવ્યું હતું કે આ રેલવે કર્મચારીઓ તકેદારી અને આંખો સતર્ક રાખે છે. તેઓ ટ્રેનની કામગીરીમાં લટકતા ભાગો અને હોટ એક્સેલ જેવી ટેકનિકલ ખામીઓને કાળજી પૂર્વક શોધી કાઢે છે, તેમના તાત્કાલિક પગલાંથી સુરક્ષિત રેલ કામગીરીમાં મદદ મળી અને તેમની ત્વરિત કાર્યવાહીથી સંભવિત અકસ્માતો ટાળી શકાયા છે. આ તમામ વફાદાર રેલવે કર્મચારીઓને સુરક્ષા ચંદ્રકો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીઆરએમ સુધીર કુમાર શર્માએ જણાવ્યું હતું કે એલર્ટ રેલવે મેન અમારી સૌથી મોટી સંપત્તિ છે અને તેમની તકેદારી અને સતર્કતા અમને સુરક્ષિત અને સમયસર ટ્રેન સંચાલનમાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રેલવેમાં વિવિધ વિભાગોમાં સારી કામગીરી કરવા બદલ કેટલાક રેલવે કર્મચારીઓનું પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આ બધું ચાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. જે તમામની સેવાના કારણે રેલવેમાં અકસ્માતોની સંભાવના ટાળી શકાય છે. તેમજ રેલવે વ્યવહારને અને મુસાફરોની સુવિધાને પણ સરળ બનાવી શકાય છે.
