“મનમૈત્રી સેવા ફાઉન્ડેશન” ના વિદ્યા વાત્સલ્ય પ્રકલ્પ અંતર્ગત
ભરૂચ થી ૭૦ કિલોમીટર દૂર સુદુર નેત્રંગ તાલુકા ના થવા ગામે “ગ્રામ નિર્માણ કેળવણી મંડળ” કેમ્પસ માં આવેલી “શ્રીકૃષ્ણ આશ્રમ શાળા” માં આદિવાસી વિસ્તાર ના અંતરિયાળ ગામો ના અત્રે રહી ને અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને કેપરી અને વિદ્યાર્થિનીઓને પંજાબી ડ્રેસ અને ફ્રોક એમ કુલ ૩૦૦ જોડી કપડાં ગુરુમુખદાસ સેજવાણી ની ૧૦મી પુણ્યતિથી નિમિત્તે દાતા સૂર્યપ્રકાશ ભાઈ સેજવાણી સાથે સંસ્થા ના હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્વયં સેવકો, આમંત્રિત શુભેચ્છકો અને શાળા પરિવારના હસ્તે વિતરિત કરી વસ્ત્ર દાન દ્વારા પુણ્યાઈ નું ભાથું દિવંગત આત્માને સમર્પિત કરી સ્તુત્ય સેવા કરવામાં આવી.
ભાવેશ મુલાણી,


