જૂનાગઢ જિલ્લાનાં ખમીરવંતા યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર ફકત અ૫રણિત પુરૂષ ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
પ્રસ્તુત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છુકોએ ૫૦ ટકા ગુણ સાથે એસ.એસ.સી. ૫રીક્ષા ઉત્તીર્ણ કરેલ હોય તેમજ ૧૭.૫ વર્ષથી ૨૩ વર્ષની વય મર્યાદા ધરાવતા અને ઊંચાઈ ૧૬૮ સેમી તેમજ છાતી ૭૭ સેમી તથા ૫ સેમીના ફુલાવા સાથે નું શારીરિક માપદંડ પૂર્ણ કરતા હોય તેવા યુવાનોએ ગુગલ ફોર્મ https://surl.li/jmspt પરથી ઑનલાઇન વિગતો ભરી ઑનલાઈન અરજીફોર્મ સબમીટ કરવાનું છે. પ્રસ્તુત તાલીમ વર્ગમાં થલ સેના દ્વારા અગ્નિવીર સૉલ્જર કક્ષાઓમાં જોડાવા માટે યોજાયેલ લેખિત કસોટી ઉત્તીર્ણ કરેલ હોય અથવા એન.સી.સી.નું સી કે બી પ્રમાણપત્ર ધરાવતા હોય તેમને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. તાલીમમાં જોડાયેલ યુવાનોને તાલીમ વર્ગ ખાતે નિર્ધારીત સ્થળ પર ફરજિયાત નિવાસ કરવાનો રહેશે તેમજ રહેવા-જમવાની સુવિધા તથા શારીરિક અને માનસિક કસોટીની તૈયારી નિ:શુલ્ક કરાવવામાં આવનાર છે. તાલીમાર્થીઓને નિયત ધોરણોને આધિન સ્ટાઈપેન્ડ મળવાપાત્ર છે. તાલીમવર્ગમાં જોડાવા માટે અરજીપત્રક ગુગલ ફોર્મ લિંક: https://surl.li/jmspt પરથી તારીખ:૦૭/૦૮/૨૦૨૩ સુધીમાં ઑનલાઈન ભરવાનું રહેશે.
તાલીમ વર્ગ સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર:૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં જિલ્લા રોજગાર અધિકારી (સા.)ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
