Gujarat

જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢ દ્વારા સાયબર ફ્રોડથી બચવા  માટેની પહેલને આવકાર

સાંપ્રત સમયમાં સાઈબર ક્રાઈમ સંબંધીત ગુનાઓ સામે આવી રહ્યા છે, ત્યારે લોકોમાં જનજાગૃતિ કેળવાય તેવા આશય સાથે જિલ્લા માહિતી કચેરી-જૂનાગઢ દ્વારા એક અભિનવ પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે ‘મોબાઈલની માયાજાળ’ શીર્ષક હેઠળ લઘુ નાટક યોજવામાં આવ્યું હતું

     આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ થઈ રહ્યો છે. મોબાઈલની ઘણી વિપરીત અસરોના ગંભીર પરિણામો પણ સામે આવ્યા છે. ત્યારે સ્વપ્ન યુવા વિકાસ મંડળના શ્રી હર્ષદ વાજા અને તેમની ટીમે બાળકોને મોબાઈલથી દૂર રાખવા, OTP  તથા અન્ય બેંક સંબંધિત વિગત શેર ના કરવી વિડીયોકોલ દ્વારા બ્લેકમેલિંગ, ઓનલાઈન વિડીયો ગેમ, લોભામણી વાતો તથા મેસેજ વગેરે બાબતોને હળવી શૈલીમાં આવરી લઈ આ નાટક પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત આ પ્રકારના ફ્રોડ થાય. તે માટેની ૧૯૩૦ તથા ૧૦૦ નંબર પર પણ સંપર્ક કરવા અંગેની અગત્યની માહિતી આ માધ્યમથી આપવામાં આવી હતી.

     આ તકે પ્રિન્સિપલ ડો.પી.વી. બારસીયા, ડો. એ. એન. સરવૈયા  પ્રવર્તમાન સમયમાં મોબાઈલ ફ્રોડથી બચવા માટે જિલ્લા માહિતી કચેરી- જૂનાગઢના જનજાગૃતિ આ કાર્યક્રમને આવકાર્યો હતો. સાયબર ક્રાઇમ સેલના અધ્યક્ષ ડો.ભાવનાબેન ઠુંમરે આભારવિધિ કરી હતી.આ સમિતિના સભ્ય ડો.દીપિકા કેવલાણી, ડો. જીગ્નેશ કાચા તથા સમગ્ર કોલેજ સ્ટાફ સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓએ માણ્યું હતું અને સાર્થક સંદેશ પ્રાપ્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ડો. જીગ્નેશ કાચાએ કર્યું હતું.

mobile-ni-mayajal-natak-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *