Gujarat

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ‘સાંસદ સંપર્ક’ દેશવ્યાપી યોજના અંતર્ગત ઉચ્ચશિક્ષા સંવર્ગના પદાધિકારીઓ જોડાયા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  ભારતીય રાષ્ટ્રીય મૂલ્યો ને સમર્પિત તથા રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,  શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજએ સંગઠન મંત્ર સાથે વર્ષ ૧૯૮૮ થી શિક્ષણક્ષેત્રે કાર્યરત શિક્ષકો અને અધ્યાપકોનું નું સંગઠન છે. આ સંગઠનના એક એકમ તરીકે ઉચ્ચ શિક્ષાસંવર્ગ એ કોલેજ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકોના પ્રશ્નોને વાચા આપતું અને રાષ્ટ્રહિતમાં કામ કરતુ સંગઠન છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય પદાધિકારીઓ શ્રી મહેન્દ્ર કપુરજી તથા  ઉચ્ચ શિક્ષાપ્રભારી મહેન્દ્ર કુમારની પ્રેરણાથી ભારતના તમામ પક્ષોના સંસદ સભ્યોને મળવાની રાષ્ટ્ર વ્યાપી સંપર્ક  યોજના અંતર્ગત ગુજરાતથી ગયેલા ૧૭ ( સત્તર ) અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હોદ્દેદારોએ    તા.૨૩-૭-૨૩ થી ૨૬-૦૭-૨૩ સુધી દિલ્હી મુકામે સાંસદોની મુલાકાત મુલાકાત લીધી. હતી જેમાં ઉચ્ચ શિક્ષા સંવર્ગના અધ્યક્ષ ડૉ.રોહિત દેસાઈ, સિ.ઉપાધ્યક્ષ ડૉ.બલરામ ચાવડા મહામંત્રીશ્રી ડૉ.નિર્મળસિંહ ઝાલા તેમજ ડૉ.મનોજભાઈ પ્રજાપતિ જોડાયા હતા અને  ગુજરાતના સાંસદોને મળી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શિક્ષા સંવર્ગની પ્રવૃત્તિથી માહિતગાર કર્યા હતા.

સંસદસત્રની  અતિ વ્યસ્તતા વચ્ચે પણ ગુજરાતના સહુ સાંસદોએ  આ સંગઠન વતી આવનાર  સૌને ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણને લગતી સમસ્યાઓ અને મુદ્દાઓની ચર્ચા અને રજૂઆત કરવા માટે સમય ફાળવ્યો હતો. અને સૌરાષ્ટ્ર –ગુજરાતની પરંપરા મુજબ સહુનો આતિથ્ય સત્કાર કરી નવાજ્યા હતા. તેમજ  સકારાત્મક અને પરિણામલક્ષી વલણ સાથે વહેલી તકે કોઈ પ્રશ્નો કે સમસ્યા હશે તો ત્વરિત  ઉકેલાશે એની ખાતરી પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *