Gujarat

જામનગર જિલ્લાના ખેડૂતો માટે ઈયળનો ઉપદ્રવ અટકાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

જામનગર તા. 28 જુલાઈ, જામનગર જિલ્લામાં હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન, કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં મીલીપેડ/ઈયળ
પ્રકારના જંતુનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે, આ ઈયળ મનુષ્યો, પશુઓ કે ખેતીપાકને નુકસાન કરતી નથી. પરંતુ,
જો આ ઇયળનો ઉપદ્રવ વધારે જોવા મળે તો જિલ્લાના ખેડૂતો અત્રે જણાવેલ પગલાંનું પાલન કરી શકે છે. તે મુજબ,
(1) આ જંતુ કોહવાઈ ગયેલા પદાર્થમાંથી તેનો ખોરાક મેળવે છે. તેથી ઘાસના ઢગલા, પાંદડાંના ઢગલા, કચરો, કોહવાઈ ગયેલો
ખોરાક અને સડી ચૂકેલા લાકડા વગેરેને ઘરની આસપાસ ન રાખવા, તેમજ તેનો તાત્કાલિક રીતે નાશ કરવો.
(2) તેમજ ઘરમાંથી ભેજ દૂર કરાવવો. ઘરના બારી- બારણાં બંધ રાખવા જોઈએ. તિરાડો અને કાણાં પુરી દેવા.
(3) ઘરની દીવાલોમાં 3 ફૂટ સુધી જંતુનાશક દવાનો છઁટકાવ કરવો જોઈએ.
(4) તેમજ, મીઠાના દ્રાવણનો આજુ-બાજુમાં છઁટકાવ કરવો જોઈએ. જો જંતુનો વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક નિયંત્રણ
માટે સાયપર મેથ્રિન- 25 મી.લી., કલોરપાયરી ફોસ- 50 મી.લી. અને કારટેપ હાઈડ્રોક્લોરાઇડ- 10 ગ્રામ- આ 3 દવામાંથી
કોઈપણ એક દવાનો છઁટકાવ કરાવવો જોઈએ.
આ અંગે, વધુ માહિતી મેળવવા માટે જિલ્લાના ખેડૂતો/ સ્થાનિક ગ્રામજનો તેમના ગામના સરપંચશ્રી, તલાટી મંત્રીશ્રી કે
ગ્રામસેવકશ્રીનો સંપર્ક સાધી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *