Gujarat

કઠલાલ તાલુકાની દારાજી ના મુવાડા ( સરાલી) પ્રા.શાળાના  આચાર્ય નો વિદાય સમારંભ યોજાયો. 

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના દારાજી ના મુવાડા ( સરાલી) પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા  આચાર્ય  દિનેશકુમાર એમ શર્મા 26 વર્ષ સુધી  શિક્ષક તરીકે ઉત્કૃષ્ટ સેવા બજાવી છે આ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.ત્યારે તેમની પોતાના વતન ગોગજીપૂરા ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો.જેમાં બાળકો , શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.શાળા પરિવાર, બાળકો, ગ્રામજનો  સાથે શિક્ષક વિદાય નાં ઉત્તમ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

IMG-20230728-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *