Gujarat

સિહોરમાં ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો

ભાવનગર
ભાવનગર જિલ્લામાં મેઘરાજાની મહેર ઉતરી છે. જેના પગલે ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ ગોતમેશ્વર તળાવ ઓવરફ્લો થયુ છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે તળાવ છલકાયુ છે. તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. સિહોર પંથકના ખેડૂતોને ગોતમેશ્વર તળાવમાંથી પિયત માટે પાણી અપાય છે. તળાવ ઓવરફ્લો થતા ભાવનગર-રાજકોટ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે. તળાવના પાણી રોડ પર ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *