National

દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર

દાદરા નગર હવેલી
ભારે વરસાદના પગલે દાદરા નગર હવેલીની સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. ખાનવેલ વિસ્તારમાં ભારે વરસાદ થતા ચોતરફ પાણી ફરી વળ્યા છે. ભગતપાડા વિસ્તારમાં નદી કિનારેના દસથી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. તો પારસીપાડા અને પારસપાડા વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. પાણીના ભારે પ્રવાહના કારણે ખાનવેલમાં એક હોટલની પ્રોટેક્શન વોલ તૂટી છે. તો ખાનવેલથી ચૌડા તરફ જતા પુલ પર પાણી ફરી વળતા બંને તરફનો રસ્તો બંધ થઇ ગયો છે. તો આ તરફ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક છે. ડોલવણ તાલુકાના આંબાપાણી માંથી પસાર થતી પૂર્ણા નદીમાં ભરપૂર આવક છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *