સુરત
ડાયમંડ નગરી સુરતમાં એક કરૂણ ઘટના બની છે. સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયનનું કરંટ લાગતા મોત થયું છે. ૩૦ વર્ષીય વિજય ચિત્તે પ્રરપલ નામની કંપનીમાં ૧૦ વર્ષથી નોકરી કરતો હતો. તે સચિન ખાતે શ્રીકૃષ્ણ સ્ટીલ કંપનીમાં ઇલેક્ટ્રીશન નું કામ કરવા ગયો હતો, કામ દરમિયાન વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વિજય ચિત્તે સચિન ખાતે આવેલા સરસ્વતી આવાસમાં પત્ની, ૨ સંતાન સાથે રહેતો હતો. કરંટ લાગતા વિજયનું અચાનક મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
