અમદાવાદ
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ૫ દિવસને લઇને આગાહી કરી છે. જેમાં આગામી ૨૪ કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી છુટોછવાયો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ૪૫થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે.
