ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજાે દિવસ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે આમંત્રિત મહેમાનો અને ધારાસભ્યો સાથે ભોજન લીધુ. વડાપ્રધાને ભાજપનાં આગેવાનો સાથે તો ભોજન લીધુ જ, સાથે અપક્ષના ત્રણ ધારાસભ્યો સાથે પણ ભોજન લીધુ. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ સિવાયના ત્રણેય અપક્ષ ધારાસભ્યોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં બાયડના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ભોજન કાર્યક્રમમાં રાજ્યસભાનાં નવા સભ્યોની પણ ખાસ હાજરી જાેવા મળી. સર્કિટ હાઉસ ખાતેથી બપોરે ૧.૩૦ કલાક સુધી ઁસ્ નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ભોજન બાદ તેઓ રાજ ભવન પહોંચ્યા હતા.
