છોટાઉદેપુર તાલુકા પંચાયત સભાખંડ ખાતે આજે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી. આ કારોબારી બેઠકના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે માધુભાઈ રાઠવાની વરણી કરવામાં આવી હતી,જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે માધુભાઈ રાઠવાની વરણી કરવામાં આવતા જિલ્લાના શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ અંગે નવ નિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલી કારોબારીમાં મારી સરવાનું મતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ તે બદલ જિલ્લાના તમામ હોદ્દેદાર મિત્રો શિક્ષકોનો આભાર માન્યો હતો સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શિક્ષકોના જે પ્રશ્નો છે તેના માટે હંમેશા મહેનત કરીશ એમ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવાએ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર