કર્ણાટક
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ આ દિવસોમાં વધી ગઈ છે. કોંગ્રેસની ‘પાંચ ગેરંટી’ યોજના તેમના ગળામાં ફાંસો બની ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે એક મતદારની અરજી પર તેમને નોટિસ મોકલી છે. અરજીમાં સિદ્ધારમૈયા પર ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સાથે તેમને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ એસ સુનીલ દત્ત યાદવે તે અરજીના આધારે મુખ્યમંત્રીને નોટિસ મોકલી છે. અહીં નોંધનીય છે કે કે એમ શંકર નામના મતદાતાએ તેમની (સિદ્ધારમૈયા) વિરુદ્ધ અરજી કરી હતી. શંકરે સોમેશ્વરપુરા, કુડાનહલ્લીથી ગ્રામ પંચાયત સભ્ય તરીકે સેવા આપી છે. આ અરજીમાં મતદાતાએ કોર્ટ પાસે વરુણમાંથી સિદ્ધારમૈયાની ચૂંટણી જીતને રદ કરવાની માંગ કરી છે. આ સાથે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. વાસ્તવમાં ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં પાંચ ગેરંટીનું વચન આપ્યું હતું. આ બાબત તેનાથી સંબંધિત છે. અરજદારે દાવો કર્યો હતો કે આ વચનો મુખ્ય પ્રધાનની સંમતિથી આપવામાં આવ્યા હતા અને તેનો હેતુ વરુણા મતવિસ્તારના મતદારોને સંતુષ્ટ કરવાનો હતો, જેનાથી તેઓ કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં મત આપવા માટે સીધી અસર કરે છે. અરજીમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ ૧૨૩(૨) હેઠળ લાંચરુશ્વત ગણાવવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિદ્ધારમૈયાએ બંધારણની જાેગવાઈઓ અને લોકોના પ્રતિનિધિત્વ કાયદાના નિયમો અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ તેના ઢંઢેરામાં કર્ણાટકના લોકોને આકર્ષવા માટે પાંચ ગેરંટીનું વચન આપ્યું હતું. ‘પાંચ ગેરંટી’ યોજના વિષે જણાવીએ તો, આ ગેરંટીઓમાં ‘ગૃહ જ્યોતિ’, ‘ગૃહ લક્ષ્મી’ ‘અન્ના ભાગ્ય’, ‘યુવા નિધિ’ અને ‘ઉચિતા પ્રાયણ/શક્તિ’નો સમાવેશ થાય છે, પહેલી ગૃહ લક્ષ્મી – મહિલાઓને દર મહિને રૂ. ૨૦૦૦ ની યોજના, બીજી યોજના અન્ના ભાગ્ય છે – જે ગરીબી રેખા હેઠળના પરિવારના દરેક સભ્યને દર મહિને ૧૦ કિલો ચોખાની છે, ત્રીજી યોજના યુવા નિધિ છે – જે બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે રૂ. ૩૦૦૦ અને બે વર્ષ માટે બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂ. ૧૫૦૦ની છે, ચોથી યોજના ગૃહ જ્યોતિ છે – જે દરેક ઘરમાં ૨૦૦ યુનિટ મફત વીજળીની છે અને છેલ્લી અને પાંચમી યોજના સખી કાર્યક્રમ છે – જે સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની યોજના છે આં આ પાંચ યોજનાઓનો સમાવેશ છે. બીજી તરફ એક વૃદ્ધે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની કાર રોકી હતી. વૃદ્ધે કહ્યું કે તે તેના ઘરની સામે કાર પાર્ક કરવાને લઈને ખૂબ જ ચિંતિત છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ તેના સમાધાનની માંગણી કરી રહ્યા છે પરંતુ તેમની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ ઘટનાનો વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે વૃદ્ધ મુખ્યમંત્રીના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. સીએમની કાર આગળ વડીલો ઉભા હતા. મુખ્યપ્રધાને કારના કાચ નીચા કરીને વૃદ્ધોની સમસ્યા સાંભળી હતી.