અમદાવાદ
ગુજરાતના ચર્ચિત ૈંઁજી ઓફિસરમાંથી એક ય્ન્ સિંઘલ ફરી એકવાર સમાચારોમાં છે. ગુજરાત પોલીસ સેવામાંથી બઢતી મેળવીને આઈપીએસ બનેલા સિંઘલે નિવૃત્તિ લઈ લીધી છે. સિંઘલે ત્રણ મહિના પહેલા સરકારમાં નિવૃત્તિ માટે અરજી કરી હતી. પોલીસ સેવા બાદ તેઓ આગામી દિવસોમાં સમાજ સેવામાં સક્રિય થઈ શકે તેવી ચર્ચા છે. સિંઘલ આત્મહત્યા રોકવા માટે એનજીઓ બનાવીને કામ કરવા માંગે છે. ગુજરાતમાં ૈંય્ઁ તરીકે કમાન્ડોને તાલીમ આપી રહેલા સિનિયર ૈંઁજી ય્ન્ સિંઘલે નિવૃત્તિના બે વર્ષ પહેલાં નોકરીને અલવિદા કહી દીધું છે. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલને જ્યારે આરોપી બનાવવામાં આવ્યા ત્યારે તે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા. હવે તેમણે સમય પહેલાં નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે. સિંઘલ ૧૯૯૬માં ગુજરાત કેડરના અધિકારી તરીકે પોલીસ સેવામાં જાેડાયા હતા. તેમને ૨૦૦૧માં ભારતીય પોલીસ સેવા (ૈંઁજી)માં સામેલ કરવામાં આવ્યા હતા. સરકારે તેમની નિવૃત્તિ માટેની વિનંતી સ્વીકારી લીધા બાદ હવે નિવૃત્તિનો માર્ગ મોકળો થઈ ગયો છે. સંભવતઃ ૫ ઓગસ્ટ તેમનો છેલ્લો કાર્યકારી દિવસ હશે. ૨૧ એપ્રિલના રોજ, સિંઘલે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પરવાનગી માંગતી પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી અને નિયમ હ્લઇ-૫૬ હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે રાજ્યપાલને વિનંતી કરી હતી. તેમણે ૨૨ વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી છે. ૧૧ મેના રોજ, અધિક પોલીસ મહાનિર્દેશક (વહીવટ) એ ગૃહ સચિવને સિંઘલના અકાળે નિવૃત્ત થવાના ઇરાદા વિશે જાણ કરી હતી અને તેમની સામે કોઈ સતર્કતા/ પ્રાથમિક/ વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. ઈશરત જહાં કેસ પછી ૈંઁજી જીએલ સિંઘલની ઈમેજ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ ઓફિસર તરીકે બની હતી, જાેકે, આ કેસમાં ધરપકડનો ભોગ બનનાર પ્રથમ પોલીસ અધિકારી હતા. આ પછી તેમને જેલ જવાની સાથે ૧૪ મહિના સુધી સસ્પેન્ડ પણ રહેવું પડ્યું હતું. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ધરપકડ બાદ જાન્યુઆરી ૨૦૧૫માં તેમને ફરી નોકરી જાેઈન કરી હતી. ઈશરત જહાંના એન્કાઉન્ટરમાં તેમનું નામ આવ્યા બાદ તેઓ વિવાદોમાં ફસાયા હતા. તેનું નામ અન્ય ઘણા કેસોમાં સામે આવ્યું છે. સીબીઆઈના શકંજામાં ફસાયા બાદ તેમની પોલીસ સેવા અધવચ્ચે જ સ્થગિત કરી દેવામાં આવી હતી. ઈશરત જહાં કેસમાં સીબીઆઈએ આઈપીએસ સિંઘલની આરોપી તરીકે ધરપકડ કરી હતી. આ પછી તેમને ૨૦૦૧માં ૈંઁજી તરીકે બઢતી મળી હતી. આખરે એપ્રિલ ૨૦૨૧માં સીબીઆઈ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા ત્યારે કોર્ટે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી ફરજના ભાગરૂપે હતી. સિંઘલે ૨૨ વર્ષથી વધુ સરકારી સેવા પૂર્ણ કરી છે. સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સિંઘલ સામે હાલમાં કોઈ તકેદારી/પ્રાથમિક/વિભાગીય તપાસ કે ફોજદારી કેસ નથી. મૂળ અમદાવાદ, ગુજરાતના વતની, જી.એસ. સિંઘલે મ્.ર્ઝ્રદ્બ સાથે સ્.ર્ઝ્રદ્બ નો અભ્યાસ કર્યો છે. ૨૧ એપ્રિલે સિંઘલે પોલીસ મહાનિર્દેશકને નોટિસ મોકલી સ્વૈચ્છિક નિવૃત્તિની પરવાનગી માંગી હતી. સરકારે તેનો સ્વીકાર કર્યો છે. આ પહેલાં પણ એકવાર સિંઘલની સેવા છોડવાની ચર્ચા ત્યારે સામે આવી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ આત્મહત્યા રોકવા માટે એનજીઓ ખોલવા માગે છે.


