દ્વારકા
ભાણવડના સેવક દેવળીયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. હથિયારો વડે કેટલાક લોકો વચ્ચે મારામારી થતા ૬થી ૭ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઉપરાંત ૩ લોકોને ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જુની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી સર્જાતાં સમગ્ર પથકમાં ભયનો માહોલ છે. સમગ્ર મામલે ભાણવડ પોલીસે તપાસ હાથ ધરી છે.


