એક તરફ બોગસ પ્લોટીંગ પર બિલ્ડીંગ બની ગયુ અને બિલ્ડરોએ પાણી નિકાલનો નાળા પર બાંધકામ કરી દિધાની રજુઆત કરાઇ….
ઊના – ઊના તાલુકાના નાળીયા માંડવી બોગસ પ્લોટીંગમાં તપાસનો ધમધમાટ શરૂ હોય અને સરકારી જમીન પર પ્લોટીંગ દર્શાવી
બારોબાર પ્લોટોનું વેચાણ થઇ ગયાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાંજ સરકારી જમીન પર વરસાદી પાણીના નિકાલ માટે જે નાળા
બનાવેલ હતા. તેના પર બિલ્ડરો દ્રારા બાંધકામ કરી આપતા આ વિસ્તાર પાણીમાં ગરક થઇ ગયેલ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા
છે. આ અંગે ધર્મેન્દ્ર ગોસ્વામી દ્રારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી નાળા પર થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માંગણી કરવામાં
આવેલ વધુમાં રજુઆતમાં જણાવ્યા પ્રમાણે ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના ગામતળમાં સનદ નં.૫૩૭૨ કુલ ચો.મીટર
૬૦૦ હોય જેમના માલીક મહમદ હુસેન ફેજદિનમીયા એ તા.૩૦/૦૬/૧૯૮૦ના સનદ નંબર ૫૩૭૨ અને પ્લોટ નંબર પર પડતર
ગામતળમાં ખોટી બોગસ સનદો ઉભી કરી આ પ્લોટને ગામની વેલ્યુ પ્રમાણે ખોટા દસ્તાવેજ અને નકશાઓ ઉભા કરી પ્લોટ
નં.૫૩,૫૪ અને ૫૫ નેપચ્યુન બિલ્ડર નામની ભાગીદારી પેઢીના ભાગીદારને કાઝી ફાતમાબાનુ ફરીદ એહમદ નામની વ્યક્તીએ રૂ.૫
લાખની કિંમતના ત્રણ પ્લોટો જે ૫૩, ૫૪ અને ૫૫ નંબર વાળા પ્લોટનું વેચાણ દસ્તાવેજ નંબર ૬૮ તા.૨૪/૦૧/૨૦૧૭ વેચાણ
કરેલ છે. જેના મૂળ ગામના નમૂના મુજબ અનુક્રમ નં.૨૧૩ માં બોગસ ગામ નમૂના નંબર ૨ બનાવી તા.૮/૦૧/૨૦૧૭ ના રોજ
કાઝી ફાતમાબાનુ ફરીદ એહમદના નામની બે નંબર બનાવી અનુક્રમ નંબર ૨૧૩ માં જુનુ ગામતળ બોલતુ હોય તેમાં પેહેલે થીજ
અનુક્રમ નંબર ૨૧૩માં શેખ હુસેન અબ્દુલભાઇ શેખના નામની ગામ નમૂના નં.૨ માં બોલતી હોય આવી રીતે પ્લોટ નંબર ૫૩,
૫૪, અને ૫૫ ગેરકાયદેસર રીતના ખોટી રીતના બોગસ દસ્તાવેજ છે. તેમજ પ્લોટ નંબર ૫૬, ૫૭ અને ૫૮ નો દસ્તાવેજ નેપચ્યુન
બિલ્ડરના ભાગીદાર નંબર ૧ ને કાઝી મહમદ હુસેન ફેજદિનમીયા એ પ્લોટ નં. ૫૬, ૫૭ અને ૫૮ ની કિંમત રૂ.૫ લાખથી વેચાણ
દસ્તાવેજ નં.૭૭ થી તા. ૨૪/૦૧/૨૦૧૭ થી વેચાણ કરેલ છે. જેના દ્રારા ગામ નમૂના નં. ૨ માં જણાવેલ અનુક્રમ નં. ૨૧૨
મુજબ પ્લોટ નંબર ૫૬, ૫૭ અને ૫૮ ના માલીક મહમદ હુસેન ફેજદિનમીયા બતાવેલ છે. પરંતુ મૂળ ગામ નમૂના નં.૨ માં
જણાવ્યા મુજબ તેમના મૂળ માલીક ગામ નમૂના નં.૨માં ઓરીજનલ રજીસ્ટરમાં જોતા જાણવા મળ્યુ કે ગામ નમૂના નં. ૨ અનુક્રમ
નંબર ૨૧૨ જુનુ ગામતળમાં મૂળ માલીક રોશન કાલુ નામની વ્યક્તીની નોધ પડેલી છે. આ રીતે પ્લોટને ૫૬, ૫૭, અને ૫૮ પણ
ગેરકાયદેસર રીતે ખોટા પુરાવા ઉભા કરી બોગસ દસ્તાવેજ બનાવેલ છે.આવીજ રીતે રજીસ્ટર દસ્તાવેજ અનુક્રમ નંબર ૭૭૬
તા.11/4/2016 ના રોજ શેખ રજીયાબેન જાવેદભાઇએ શેખ જુબેદાબેન અનવરભાઇ દ્રારા વેચાણ કરેલ તેમાં પણ ગામ નમૂના
નં.૨ના અનુક્રમ નંબર ૨૪૬ માંજે માલીક બતાવેલ તે જુબેદાબેન અનવરભાઇની ગામ નમૂના નં.૨ કાઢનાર તલાટીમંત્રી એ તા.
૮/૪/૨૦૧૬ ના બોગસ ૨ નંબર બનાવેલી હતી. આ ૨ નંબરના મૂળ માલીક ગામ નમૂના નંબર ૨ ના રજીસ્ટર મુજબ અનુક્રમ
નંબર ૨૪૬ માં જણાવેલ કામલીયા વાલીબેન હરજીના નામની જોવા મળેલ તે મુજબ પ્લોટ નં.૪૭ નો દસ્તાવેજ પર બોગસ
બનાવેલ છે. અને આમ આ કોંભાડીયા દ્રારા સરકારી કાગળો અને સરકાર સાથે છેતરપીંડી કરી છે. ત્યારે આ તમામ જમીન અને પ્લોટ
બોગસ હોય અને આ વિસ્તારમાં પુલીયા નાળાઓ ઉપર સરકારી જમીનમાં બેફામ રીતે દબાણો કરી બાંધકામ કરવામાં આવેલ છે.
અને વરસાદી પાણીના જાવકના તમામ રસ્તાઓ બ્લોક કરી સરકારી જમીન પર દબાણ કરી અને બોગસ પ્લોટીંગ વાળી પર થયેલ
અને હાલ થઇ રહેલ બાંધકામ અટકાવવા તેમજ આ જમીન અને પ્લોટની પણ રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ અંગે
હાલ તપાસ સમિતી દ્રારા બોગસ પ્લોટીંગની તપાસ વખતે આ સરકારી જમીન પર પાણી નિકાલના નાળા પર બિલ્ડીંગ ખડકી દિધા
છે તે દૂર કરવા માટે તપાસ કરી છેકે નહી ? તેવો સવાલ પણ ઉઠવા પામેલ છે…
બોક્ષ્ – ૧૫ જુને તપાસ સમિતીની રચના કરવામાં આવેલ….
નાળીયા માંડવી બોગસ પ્લોટીંગનો અહેવાલ ૧૦ જુનના દિવ્યભાસ્કમાં પ્રસિધ્ધ થયા બાદ ૧૫ જુનના જીલ્લા કક્ષાએથી તપાસ
સમિતીની રચના કરવામાં આવેલ અને ૩૦ દિવસમાં રીપોર્ટ તૈયાર કરીને મોકલવાનો ઉલ્લેખ હતો. પણ તપાસ સમિતી એ તપાસ
પૂર્ણ કરી આપી છે. અને હાલ બંધ બારણે તપાસ અહેવાલ જીલ્લા કક્ષાએ મોકલવાની કામગીરી કાર્યરત છે હવે આ અહેવાલ
મોકલવાની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જોવાનુ રહ્યુ…..
