જેનું મુખ્ય કારણ છે અમરેલીમાં જે પાયાની સુવિધા હોવી જોઈએ વિકાસ માટે તેમજ પરિવહન અને પર્યટન માટે ખૂબ જ જરૂરી એવી બ્રોડગેજ રેલવે લાઈન નથી.
જેથી અત્યાર સુધી બ્રોડગેજથી વંચિત એવી અમરેલીની જનતા મોટા શહેરોમાં અને વિદેશમાં વસવાટ માટે જવા મજબૂર થઈ ગઈ છે.
ત્યારે બ્રોડગેજ વગર ખૂબ જ હેરાન થતી જનતાના દર્દને વાચા આપવા જાગૃત યુવાનોએ બિન રાજકીય રીતે “અમરેલી માંગે બ્રોડગેજ” ના નેજા હેઠળ સોશિયલ મીડિયામાં કેમ્પેઇન શરૂ કર્યું છે.
જે અનુસંધાને ગઈકાલે આ ગ્રુપના સક્રિય અને બ્રોડગેજ લાવવા માટે ખૂબ જ ખંતથી તન મન ધનથી સહકાર આપે એવા 25 જેટલાં આગેવાનો અમરેલી રેલ્વે સ્ટેશન પાસે ગતરોજ સાંજે 04:00 વાગ્યા આસપાસ ભેગાં થયા હતા અને અમરેલીમાં કેવી રીતે બ્રોડગેજ લાવવી ક્યાં-ક્યાં રજૂઆત કરવી વગેરે મુદ્દે ચર્ચાઓ કરી અને એક ટીમ બનાવીને આ અભિયાનનું નામ “મિશન બ્રોડગેજ અમરેલી” નક્કી કરાયું હતું તેમજ આ બાબતે અમરેલી જિલ્લા કલેકટર સાહેબ, સાંસદ, જનરલ મેનેજર પશ્ચિમ રેલવે, કેન્દ્રીય રેલવે મંત્રી, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, પ્રાઇમ મિનિસ્ટર કે ભારતના રાષ્ટ્રપતિ જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં તમામ જગ્યાએ રજૂઆત કરવા અમરેલીની તમામ જનતા તેમજ સર્વે લોકોએ બિન રાજકીય રીતે સાથે રહેવા અને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું હતું..
આ મિટિંગમાં અમરેલીની જનતા વતી આગેવાનો વિપુલ ભટ્ટી, વિશાલભાઈ મહેતા, ભાર્ગવભાઈ મહેતા, યોગેશભાઈ કોટેચા, આશાબેન દવે, તેજસભાઈ ઢોણે, મનીષભાઈ સાંગાણી, તુલસીભાઈ મકવાણા,ગૌતમભાઈ વ્યાસ, ચેતનભાઇ માલકીયા, આશિષભાઈ રતનધાયરા, હરેશભાઈ સાદરાણી, હસમુખભાઈ વાંઝા, અલ્પેશભાઈ કાબરીયા, સૈયદભાઈ મોહમ્મદભાઈ, કરણભાઈ વાંઝા, રાજેશભાઈ ગાંધી, હિતેશભાઈ જોશી, પિયુષભાઈ થડેશ્વર, અનિલભાઈ ચાવડા, પ્રકાશભાઈ પારેખ, હાર્દિકભાઈ જોશી, કાર્તિકભાઈ ચંદવાનિયા, હસમુખભાઈ વાજા તેમજ પત્રકાર મિત્રો જાવેદખાન પઠાણ અને જયસુખભાઈ સોજીત્રા પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.. અને કોઈપણ સંજોગોમાં અમરેલીમાં બ્રોડગેજ લાવીને જ રહીશું ત્યાં સુધી શાંતિથી બેસીશું નહીં.. એવું નક્કી કરાયું હતું..
તેમજ આગળની કાર્યવાહીમાં જિલ્લા કલેકટર સાહેબને રજૂઆત કરવા જવાનું નક્કી થયેલ છે.
આ મિશન બ્રોડગેજ અમરેલી અભિયાનમાં જોડાવા માટે અમરેલીની ઘણી બધી સંસ્થાઓ તૈયાર છે અને આ અભિયાનની સાથે જ છે એવું આ ટીમને જાહેર કરેલ છે, તે સમર્થન આગામી સમયમાં મીડિયાના માધ્યમ દ્વારા જાહેર કરીશું. જય હિન્દ…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


