તેજગઢના પંચેશ્વર મહાદેવના મંદિર પાછળના અવાવરું વાવ પાસે પાણીની કુંડીમાં અજાણ્યા પુરૂષની લાશ ઉ.વ આશરે ૫૦-૫૫, મળી આવેલ છે. જેઓનું નામ સરનામું મળી આવેલ ન હોય શરીરે માધ્યમ બંધનો ઊંચાઈ આશરે ૫.૫ ફૂટ, આખી બાયનું સફેદ શર્ટ અને રાખોડી કલરનું પેન્ટ પહેરેલ છે. આ અંગે કોઈને માહિતી હોય કે ઓળખતા હોય તો છોટાઉદેપુર પો.સ્ટે.નો સંપર્ક કરવા વિનંતી છે. પોસ.ઇન એમ.બી સોલંકીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
