છોટાઉદેપુર જીલ્લામાં ૨૫૦ જેટલી લીઝો આવેલી છે.તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી ગાડીઓ રેતી ભરવા આવે છે. આ રેતી ભીની અને સુકી હોય તેવી બંને પરિસ્થિતિમાં રોડ ઉપર ઢોળાય છે અને પાછળ આવતા વાહન ચાલકોને જોખમ રહે છે અને નુકસાન થવાની ભીતિ રહે છે. સુકી રેતી બાઈક ચાલકની આંખમાં જઈ અકસ્માત થવાનો ભય રહે છે. આવા કારણોને લઈને પોલીસ અધીક્ષક દ્વારા જાહેરનામું પડવાની માંગણીને આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, કેડી ભગત,GAS દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના હુકમ પ્રમાણે રેતીવાહક વાહનો ઉપર ફરજીયાત તાડપત્રી બાંધવાની રહેશે. રેતીથી ઓવરલોડ તેમજ પાણી નીતરતી રેતી ભરેલા વાહનોની રસ્તા ઉપર અવરજવર પર પ્રતિબંધ રહેશે. ગુજરાત માઈન્સ એન્ડ મિનરલ્સ એકટ અન્વયે રેતી ખનનના તમામ કાયદા/નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉપરોક્ત હુકમનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦નિ કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર બને છે. આ હુકમ નું તારીખ ૧૬/૦૭/૨૦૨૩ થી તા.૧૫/૦૮/૨૦૨૩ સુધી અમલવારી રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
