લખનઉ
ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા વરૂણે કહ્યું કે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને વચેટિયાઓ ફાવી રહ્યા છે. જાે ખેડૂતોની સાથે અત્યાચાર થયો તો હું હવે કોર્ટ જઇશ અને ખેડૂતોને ન્યાય અપાવીશ. ચૂંટણી રાજ્ય પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીએ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની પણ માગણી કરી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી ટેકાના ભાવની ટેરંટી નહીં આપવામાં આવે ત્યાં સુધી મંડિઓમાં ખેડૂતોનું શોષણ જારી રહેશે. હાલમાં જ ખેડૂતો દ્વારા પોતાના પાકમાં આગ લગાવી દેવાઇ હતી. જેનો ઉલ્લેખ પણ વરૂણ ગાંધીએ કર્યો હતો. તેઓ અગાઉ લખીમપુર ખીરી મુદ્દે પણ ખેડૂતોને સમર્થન આપી ચુક્યા છે.ખેડૂતો ટેકાના ભાવ માટે પણ આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં હવે ખુદ ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ જાહેરાત કરી છે કે તેઓ ખેડૂતોને ટેકાના ભાવ અપાવવા માટે કોર્ટ જશે. વરૂણ ગાંધીએ કહ્યું હતું કે હું સરકારની સામે હાથ નહીં જાેડુ પણ સીધો કોર્ટ જઇશ.


