ભારત મૌસમ વિભાગ, અમદાવાદ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ રાજ્યના દરિયાકાંઠામાં
આગામી તા.૦૪/૦૮/૨૦૧૩ સુધી પવનની ઝડ૫ 45-55 કિ.મી./કલાકથી લઈને 65 કિ.મી/કલાક સુધીનો તીવ્ર પવન
ફુંકાવાની સંભાવના રહેલી છે. જેના અનુસંધાને વડી કચેરી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ આગામી
તા.૦૪/૦૮/૨૦૨૩ સુધી જામનગર જિલ્લામાં તમામ માછીમારો અને માછીમારી કરતી બોટોને દરિયામાં માછીમારી કરવા
જવા માટેના ટોકન ઈસ્યુ કરવાનું બંધ કરવામાં આવ્યું છે.
જેથી, અત્રેની મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી હસ્તકના તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેથી તમામ માછીમારી
બોટો, એક લકડી હોડીઓના માલિકો અને પગડીયા માછીમારોને ઉકત આગાહીને ધ્યાનમાં લઈને દરિયો ન ખેડવા માટે અને
સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. આ ઉપરાંત, જિલ્લાના તમામ મત્સ્યકેન્દ્રો પરના માછીમારો, બોટ હોડીઓના
માલિકો, આગેવાનો, મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ અને એસોશીએશનના હોદ્દેદારોએ ઉક્ત સૂચનાઓનું ગંભીરપણે પાલન
કરવું, તેમજ તેની બહોળી પ્રસિદ્ધિ કરાવવાની રહેશે. તેમ, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.


