સી.આર.સી. મહાપ્રભુજી બેઠકમાં સી.આર.સી. કૉ-ઓડીનેટર શ્રી જયેશભાઇ
ભાગચંદાણીના નેતૃત્વ હેઠળ સમગ્ર સી.આર.સી. ની ૧૦ શાળાઓ માટેની વાર્તા સ્પર્ધા અને ક્લા-
ઉત્સવની લુમ્બીનગર પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરાઇ હતી. જેમાં વાર્તા સ્પર્ધામાં ૨૭ જેટલા અને
કલા-ઉત્સવમાં ૩૬ જેટલા વિર્ધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને
તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તથા દરેક ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપી
પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા લુમ્બીનગર પ્રથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ લગારિયા, ભુમિકાબેન
દવે, મધુબેન, પ્રતિમાબેન, અનિરૂધ્ધસિંહ, હંસાગૌરી તેમજ કલસ્ટરના તમામ શિક્ષકો અને
આચાર્યશ્રીઓએ જહેમત ઊઠાવી હતી.


