નવી દિલ્હી
વરીષ્ઠ ફીલ્મ અભિનેત્રી નસીફા અલી પણ તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયાં છે. ત્યારે ઉલ્લેખનીય તો તે છે કે આ નસીફા અલી ૨૦૦૪ની લોકસભા ચૂંટણીઓ સમયે દક્ષિણ કોલકતાની લોકસભાની બેઠકની ચૂંટણીમાં મમતા બેનર્જી સામે જ ઊભાં રહ્યાં હતાં. તેમ છતાં નસીફા અલીએ તૃણમૂલમાં જાેડાવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમને દીદીએ સહર્ષ આવકાર્યા હતાં. તેઓ જાણે જ છે કે નસીફા અલી એક ટોચનાં અભિનેત્રી હોવા ઉપરાંત અગ્રીમ સામાજિક કાર્યકર્તા પણ છે. આ રીતે દીદી તેમનાં પ્રતિસ્પર્ધીઓને પણ પોતાના પક્ષમાં આવકારી પક્ષને વ્યાપ અને તાકાત તેમ બંને દ્રષ્ટિએ મજબૂત બનાવી રહ્યાં છે.પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં સર્વોચ્ચ નેતા મમતા બેનર્જીએ દેશનાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ મુલાકાત લેવાનો પ્રારંભ કરી દીધો છે અને તે દ્વારા તેઓ તેમના પક્ષનો વ્યાપ વધારવા માગે છે. નિરીક્ષકોનો એક વર્ગ તેમ પણ અનુમાન આપે છે કે, દીદીની નેમ ભાજપ-વિરોધી જૂથનું નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધીનાં હાથમાંથી લઈ પોતાના હાથમાં રાખવા માગે છે, અને તે હેતુથી જ તેઓ ભારતનાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યાં છે. દીદીની ગોવાની મુલાકાત પણ આ દ્રષ્ટિએ જ યોજાઈ હતી. તે વખતે ભારતના ટેનીસ સ્ટાર લીએન્ડર પેસ તેઓને મળ્યા હતા અને તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાવાની ઇચ્છા વ્યક્ત કરતાં દીદીએ તેઓને સહર્ષ આવકાર્યા હતાં.
