નવી દિલ્હી
લડાખમાં કારાકોરમ પર્વત માળાથી શરૂ કરી પૂર્વે છેક અરૂણાચલના જપેચ સુધી આપણી ૧૮૦ જેટલી સીમા ચોકીઓ છે. આ સીમા ઉપર પહેરો ભરી રહેલા જવાનો માટે રાશન તથા અન્ય ચીજાે પહોંચાડવા માટે વધારાની ૪૭ સીમા ચોકીઓ અને ૧૨ શિબીરોનું પણ નિર્માણ થઇ રહ્યું છે. આમ ચીન સાથેની સરહદો વધુને વધુ સુરક્ષિત કરાઈ રહી છે. આ અંગે એક સીનીયર અધિકારીએ કહ્યું હતું કે અત્યંત નીચાં ઉષ્મતામાન અને પવનોના સુસવાટા વચ્ચે પણ જવાનો ચોકીઓ બરોબર સંભાળી શકે. પહેલાં એવું બનતું હતું કે શીયાળો બેસતાં જવાનો નીચે ઉતરી આવતા હતા. તેનો લાભ લઇ ચીનાઓ આગળ વધતા હતા જે હવે નહી બની શકે.એક વાત નિશ્ચિત છે. ભારત અને ચીન-વચ્ચેનો સીમા-વિવાદ જલ્દી ઉકલી શકે તેમ નથી. ભારતે છેક ઉત્તર-પશ્ચિમ લડાખથી શરૂ કરી અરૂણાચલની ઉત્તર-પૂર્વીય સીમા સુધી સતત સાવધાન રહેવાની જરૂર છે જે ભારતીય સેનાના તેના અધિકારીઓ અને કેન્દ્રીય મંત્રીમંડળ સમગ્ર બરોબર સમજે છે. ભારતના જાગૃત નાગરીકો પણ સમજે છે. તે સર્વવિદિત છે કે સમુદ્ર સપાટીથી ૧૭,૦૦૦ ફીટની ઉંચાઈએ રહેલા લડાખના ઉચ્ચ પ્રદેશમાં શીયાળામાં ઉષ્ણતામાન શૂન્યથી નીચે ૪૦ં સુધી પહોંચી જાય છે. તેથી ભારત સરકારે જવાનો માટે ‘ઓલ વેધર ટેન્ટ’ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ ઓલ વેધર સોલર પાવર ટેન્ટની એક વિશિષ્ટતા તે હશે કે તે સૌર ઊર્જા દ્વારા પણ ટેન્ટનું તાપમાન આશરે ૨૧ં સેલ્સિયસ રાખશે. જે માનવ દેહ માટેનું પ્રમાણભૂત તાપમાન ગણાય છે. તેથી સેનાના જવાનોને સાચા અર્થમાં રાહત મળી શકશે. બીજી તરફ આ ટેન્ટો એવી રીતે બનાવવામાં આવશે કે તે કલાકના ૧૫૦ કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનો સામે પણ ટકી રહેશે. એક્સપર્ટસ દ્વારા એપ્રુવ્ડ આ હાઈ ઓપ્ટિટયૂડ સોલર ટેન્ટનો રંગ પણ એવો રહેશે કે જે આસપાસનાં વાતાવરણ સાથે એવી રીતે ભળી જશે કે શત્રુઓમાં હેલીકોપ્ટરો, વીમાનો કે શત્રુઓના કે તેના અધિકારીઓને માટે તે શોધી કાઢવા મુશ્કેલ બની રહે. મૂળ વાત તેમ છે કે આવી સુવિધાના અભાવે આપણા જવાનો શીયાળામાં નીચે ઉતરી જતા હતા. તેનો લાભ લઇ ચીનાઓ, જમીન-દબાવતા રહેતા હતા. જે હવે નહીં બની રહે. ભારત-તિબેટ-સીમા પોલીસ (ઇન્ડો-તિબેટ-બોર્ડર પોલીસ ૈં્મ્ઁ) દ્વારા ચાર વર્ષ પહેલાં જ આ પ્રકારના ટેન્ટ માટે સૂચન કર્યું હતું. પરંતુ ડ્ઢઇર્ડ્ઢં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને તે દિશામાં કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખી હતી. ગત વર્ષે પૂર્વ-લડાખમાં ભારત-ચીન-સીમા-વિવાદ ઉગ્ર બની રહેતાં. આ સૂચનનો અમલ બને તેટલો, ઝડપી રીતે થઇ રહ્યો છે. આવા ટેન્ટોમાં ‘ઓપ્ટીમમ-ટેમ્પરેચર’ રાખવામાં આવનાર છે. એટલે કે, ૨૧ સેલ્સયસ ઉષ્ણતામાન રાખવામાં આવશે.
