Gujarat

નરેશ પટેલની કંપનીને ૪૦ કરોડના નુકસાનની રાજકોટમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને ૪૦ કરોડના નુકસાનની ફરિયાદ રાજકોટમાં નોંધાઈ છે. તેમની કંપનીના બે પૂર્વ કર્મીઓની ધોખાબાજીથી નરેશ પટેલની કંપનીને મોટું નુકસાન થયું છે. કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાનો આરોપ સાથે રાજકોટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ પટેલની મેટોડામાં આવેલી પીબી ડબલ્યુ બેરિંગ્સ કંપની આવેલી છે. જેમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ બાનવામાં આવે છે. બેરિંગાના સ્પેરપાર્ટ્‌સની ડિઝાઈનમાં લોગો બદલાવી અન્ય લોકોને વેચી નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકસાન પહોંચાડાયું છે. નરેશ પટેલની કંપનીના અમેરિકાના ગ્રાહકોને જ આ ડિઝાઇન વેચવામાં આવતી હતી. જેમા કંપનીના બે પૂર્વ કર્મચારીઓનો જ હાથ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે લોધીકા પોલીસ સ્ટેશનમાં ચિંતન અને ભાવેશ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે છેતરપિંડી અને કૉપીરાઇટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *