રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં ભાઈઓ અને બહેનો જે જ્ઞાતિની જવાબદારી સંભાળતા નવી કમિટી થયેલ તેનું સન્માન કાર્યક્રમ પણ હતો
રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા તારીખ 1/ 8/ 2023 ના પુરુષોત્તમ માસ નિમિત્તે કાઠા ગોરમાનું પૂજન ને 108 પ્રદક્ષિણાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ કાર્યક્રમમાં સૌ પ્રથમ નીતાબેન જોષી એ બધા બહેનોનું સન્માન કરીને મહિલા મંડળની વરણી કરી. બહેનોને જવાબદારી સોંપી .
કાર્યની શરૂઆતમાં જ સલાહકાર સમિતિમાંથી ધીરજબેન જોશી અને જીવુબેન જોશી એ નીતાબેન ને હાર પહેરાવી સન્માન કરી અને આશીર્વાદ વચનો આપ્યા. ત્યારબાદ ઉપપ્રમુખ ના સ્થાન નિમણૂક થયેલા વિશાખાબેન સીલુ અને મંત્રી હેતલબેન જોષી એ સમાજના હોદા માટેની જાણકારી આપી અને જવાબદારી નિભાવવાની હોય તો હોદા ની જરૂર નથી તે વિશે આવેલા બહેનોને સમજાવ્યું સહમંત્રીનું સ્થાન દર્શાવતા મીરાબેન મહેતા મધુબેન જોષી અને તેની સાથે સંગઠન મંત્રી નીતાબેન મહેતાએ સંગઠનમાં કાર્ય કઈ રીતે કરશો તેમની ચર્ચા કરી ખજાનચીનું સ્થાન ધર્મિષ્ઠાબેન જોષી પ્રવિણાબેન મહેતા હર્ષાબેન અને એકતાબેન આ બધા સાથે મળી હિસાબ કિતાબ ની ચર્ચા કરી .ફરી નીતાબેને કાર્યકર્તા બહેનોને જવાબદારી આપી અને એમનું સન્માન કર્યું તેમાં નિમુબેન મંજુબેન વંદનાબેન નયનાબેન ભાનુબેન ની નિમણૂક કરી અને જ્ઞાતિના દરેક પ્રસંગોમાં હાજર રહેવા અને જવાબદારી લેવા માટેની વિનંતી કરી. પ્રવિણા બહેને ગોરમાનું નું પૂજન કરાવ્યું એમની સાથે પાર્વતીબેન મહેતા પણ સામેલ થયા સાથે સાથે 108 પ્રદક્ષિણા કરાવી.
આ કાર્યક્રમમાં ખૂબ સરસ ઉત્સાહ અને આનંદ અનુભવાતો હતો ત્યાં જ મહિલા મંડળ દ્વારા આમંત્રિત કરેલા ભાઈઓ નું સન્માન કરાયું પ્રમુખ શ્રી કિશોરભાઈ પરસોત્તમભાઈ જોશી ઉપપ્રમુખ સુભાષભાઈ ભરતભાઈ દવે આ બંને ભાઈઓએ બહેનોને પ્રેરણાદાયક વચનો કહ્યા અને સાથે સાથે જ્ઞાતિના વિકાસની ચર્ચાઓ કરી.
ઉપસ્થિત બીજા ભાઈઓ પણ જેમ કે હરેશભાઈ લક્ષ્મણભાઈ જોશી, સુરેશભાઈ સીલુ, હરિભાઈ પુરોહિત તથા રાજુભાઈ જોશી નું પણ બહેનો દ્વારા સન્માન થયું અને નીતાબેન જોષી એ નવી કમિટીની જે વરણી કરી તેની નોંધ ભાઈઓને દોરાવી અન્ય જ્ઞાતિઓના બહેનો પધારેલા હતા એમનું પણ સન્માન કરી તેની સાથે વિશ્વ હિન્દુ પરિષદના બહેનો એ થોડું સનાતન ધર્મ વિશે સમજાવ્યું . આગળ કાર્યક્રમને વેગ આપતા બહેનોએ આરતી થાળ અને ગોપી ભાવ પ્રગટ કરતા ઘમર વલોણું ગાયું ને સત્સંગ માં ખુબ સરસ કીર્તન વંદનાબેન દ્વારા ગવાયા ને સાથે મંજુબેન પણ હતા ત્યારબાદ કાર્યક્રમ ની પુણાવતીમાં ફરી પાછું બધા બહેનોને દર પુનમે સત્સંગમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું