Gujarat

ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવાની કાર્યવાહી પણ હવે હવે ફરજિયાત ઓનલાઇન ી-છે ction Portal Application મારફતે હાથ ધરવા ર્નિણય ઃ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વધુ પારદર્શક વહીવટ માટે ટેકનોલોજીની મદદથી ડીજીટાઈઝેશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી જે મેન્યુઅલ કરવામાં આવતી હતી તેને હવે ફરજિયાત ઓનલાઇન ી-છેષ્ઠંર્ૈહ ર્ઁિંટ્ઠઙ્મ છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ મારફતે હાથ ધરવા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ હેઠળ નોંધાયેલા ટ્રસ્ટોના વહીવટના નિયમન કરવા અંગેની કામગીરી ચેરિટીતંત્ર કરે છે. અત્યાર સુધી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦ની કલમ-૩૬ હેઠળ ટ્રસ્ટની સ્થાવર મિલકત તબદિલ કરવા અંગેની કાર્યવાહી મેન્યુઅલ કરવામાં આવતી હતી. આ કાર્યવાહીને લીધે તંદુરસ્ત સ્પર્ધાને અભાવે સિન્ડિકેટ થવાની, ઇજારાશાહી વધવાની તથા સ્પર્ધાત્મક ભાવ ન મળવાની શકયતાઓ રહેતી હતી. જેથી આ કાર્યવાહી વધુ પારદર્શક પધ્ધતિથી અને પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે કલમ-૩૬ હેઠળની કાર્યવાહી કે જે હાલ મેન્યુઅલી ક૨વામાં આવતી હતી તેના બદલે આ કાર્યવાહી ી-છેષ્ઠંર્ૈહ ર્ઁિંટ્ઠઙ્મ છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ મારફતે ફરજીયાત હાથ ધરવા ર્નિણય કરવામાં આવ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, આ અંગે કાયદા વિભાગ દ્વારા ઠરાવ કરી ી-છેષ્ઠંર્ૈહ ર્ઁિંટ્ઠઙ્મ છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ મારફતે કાર્યવાહી હાથ ધરવા ઠરાવવામાં આવ્યું છે. એટલું જ નહિ, આ ઠરાવ અગાઉ કલમ-૩૬ હેઠળની આપેલી જાહેરાત કે જે અન્વયેની પ્રક્રિયા પૂર્ણ થયેલી નથી તેવી જુદી-જુદી કચેરીઓમાં કુલ-૨૫૭ અરજીઓ પેન્ડીંગ સ્થગિત કરી નવેસરથી ી-છેષ્ઠંર્ૈહ ર્ઁિંટ્ઠઙ્મ છॅॅઙ્મૈષ્ઠટ્ઠંર્ૈહ મારફતે જ કાર્યવાહી હાથ ધરવા ચેરીટી કમિશનરને સૂચના આપવામાં આવી છે.

File-02-Page-Ex-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *