બનાવની વિગતઃ-
અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર, ઉ.વ.૩૨, રહે.બગોયા, તા.સાવરકુંડલા વાળા ગઈ તા.૧૯/૦૭/૨૦૨૩ નાં રોજ પોતાના ઘરે જમવા બાબતે પોતાના ભાઇ તેમજ પરીવાર સાથે માથાકુટ કરી ઘરેથી જતા રહેલ, બાદ ગઇ તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ આ અરવિંદભાઇની લાશ બગોયા ગામે આવેલ આવળમાના ઢોળા પાસે નદી કાંઠેથી મળી આવતા, જે બાબતેની પોલીસને જાણ થતા આ અરવિંદભાઇની લાશ તેના મોટા ભાઇ મનસુખભાઇ તથા ગુણવંતભાઇ તથા ગામના સરપંચ તથા આગેવાનો સાથે કાયદેસર કાર્યવાહી અર્થે સાવરકુંડલા સરકારી હોસ્પીટલ ખાતે લઈ આવતા, હોસ્પિટલના ફરજ પરના ડોકટરશ્રીએ લાશ ડીકમ્પોઝ થયેલ હોવાથી ફોરેન્સીક પી.એમ, અર્થે રાજકોટ અથવા ભાવનગર લઇ જવાની સુચના કરતા, મરણ જનારના ભાઇ ગુણવંતભાઇ તેમજ તેમના સમાજના આગેવાનાએ આ મરણ જનાર અરવિંદભાઇનું મોત ઝેરી દવા કે અન્ય કારણસર થયેલ હોવાનું જણાવતા હોય, આ અંગે કોઇ પોલીસ કાર્યવાહી, ફરીયાદ કે પોસ્ટ મોર્ટમ કરવા માંગતા ન હોય, અને મોત અંગે કોઇ ઉપર શક લ્હેમ ન હોવાનું જણાવતા હોય, જેથી મરણ જનાર અરવિંદભાઇની લાશ તેઓની વિનંતી મુજબ અંતિમવિધી માટે તેમના પરીવારને સોંપી આપવામાં આવેલ.બાદ ઉપરોકત બનાવ અન્વયે સોશિયલ મેડીયામાં આ મોત બાબતે શંકા – કુશંકા બાબતના મેસેજ તેમજ વિડીયો/ ઓડીયો કલીપ વાયરલ થયેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તટસ્થ તપાસ કરવા સુચના આપેલ હોય જેથી સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક હરેશ વોરા નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર બનાવ અંગે તથસ્થ તપાસ કરવામાં આવેલ. અન્વયે ના.પો.અધિ. હરેશ વોરા તથા સબ ડીવી. મેજીસ્ટ્રેટ સાવરકુંડલાનાઓએ મરણ જનાર અરવિંદભાઇના પરીવારના રાભ્યોને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવા સમજાવતા, પરીવારના સભ્યો સહમત થતા, અરવિંદભાઇની દફનવિધિ કરેલ લાશ ગઇ તા.૦૧/૦૮/૨૦૨૩ નાં રોજ સબ ડીવી. મેજીસ્ટ્રેટ સાહેબશ્રી સાવરકુંડલા, તથા મેડીકલ ઓફીસર તથા તેમની ટીમ, એફ.એસ.એલ. અધિ. તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા નાઓની હાજરીમાં લાશ બહાર કાઢી લાશનું ઇન્કવેસ્ટ પંચનામું ભરી, લાશને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરવા સારૂ ભાવનગર મેડીકલ કોલેજ એન્ડ ફોરેન્સીક વિભાગમાં મોકલવામાં આવેલ.
આજ રોજ તા.૦૩/૦૮/૨૦૨૩ નાં ભાવનગર મેડીકલ ફોરેન્સીક વિભાગનો પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવતા તેમાં મરણ જનારને બાહ્ય કે આંતરિક ઇજાઓ ન થયેલ હોયનું પી.એમ. રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે. જે રીપોર્ટ ઉપરથી સ્પષ્ટ જણાય આવે છે કે મરણ જનારનું મોત કોઇ પણ જાતની ઇજાઓથી થયેલ નથી. જેથી પ્રાથમિક દ્રષ્ટીએ આ બનાવ હત્યાનો જણાય આવતો નથી. મરણ જનાર કોઇ ઝેરી દવા પીવાથી મરણ ગયેલ છે કે કેમ ? તે બાબતે તપાસ થવા સારૂ તેના વિશેરા એફ.એસ.એલ. જુનાગઢ ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


