રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા.૦૫ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે
છે. મંત્રીશ્રી તા.૦૫ ઓગસ્ટના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ધ્રોલના રામરોટી આશ્રમ, ખારવા ચોક ખાતે
૭૪ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ તેઓશ્રી બપોરે ૦૩:૦૦ કલાકથી કલેકટર કચેરી ખાતે જી.એસ.આર.ડી.સી.એલ. ને સ્પર્શતા
પ્રશ્નોના નિવારણ અર્થે સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. બપોરે ૦૩:૩૦ કલાકથી મંત્રીશ્રી
ડી.આઇ.એલ.આર. અને મહેસૂલ વિભાગની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૦૪:૧૫ કલાકથી મંત્રીશ્રી કૃષિ
વિભાગ, પશુપાલન વિભાગ અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીશ્રીઓ સાથે તેઓ સમીક્ષા બેઠકનું
આયોજન કરશે.
