એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટે ૧૩ દિવસીય સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન અને સર્વિસ ની તાલીમ યોજાશે.
એસબીઆઇ આરસેટી દ્વારા યોજાનાર તાલીમમાં ભાઈઓને સંસ્થા દ્વારા તાલીમ, ભોજન અને આવાસ ની સુવિધા નિશુલ્ક આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન સંસ્થામાં રોકાવું ફરજિયાત છે. આ તાલીમ માટે પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા, આધારકાર્ડ,રેશનકાર્ડ, માર્કશીટ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, બેંકની પાસબુક વગેરેની નકલ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.
આ તાલીમ તા. ૨૧ ઓગસ્ટ થી શરૂ થનાર છે. આ અંગે વધુ માહિતી માટે એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં બીલખા રોડ, જુનાગઢ ૦૨૮પ – ૨૬૨૦૯૫૧ મોબાઈલ નંબર – ૯૯૦૪૬ ૪૬૪૬૬ પર સોમવાર થી શનિવાર સુધી ૧૦ થી ૫ વાગ્યા સુધી સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
