*આવનાર દર્શનાર્થીઓ ની તમામ સવલતો અને સગવડો સચવાય માટે વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કરાયું*
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૨૩/૦૯/૨૦૨૩ થી ૨૯/૦૯/૨૦૨૩ સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જેમાં દેશભરમાંથી લાખો પદ યાત્રિકો શ્રદ્ધાપૂર્વક માં ના દર્શને આવી ધન્યતા અનુભવતા હોય છે. મેળા માં આવનાર દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સવલતો અને સગવડો સચવાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સજ્જ બન્યું છે.
જેના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષશ્રી વરુણકુમાર બરનવાલ, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા અને અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓએ આવનાર પદયાત્રીઓ માટે કરવામાં આવનાર તમામ વ્યવસ્થાઓનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ યાત્રિકો માટેની દર્શન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદ , ભેટ કેન્દ્રો વગેરે સ્થળોની મુલાકાત લઇ આયોજન અંગે જરૂરી સમીક્ષા કરવામાં કરવામાં આવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


