Maharashtra

ફિલ્મ ‘OMG 2’ પર ૨૭ કટ્‌સ હાલ ચર્ચામાં…ને, હવે વધુ એક ફિલ્મ પર ફરી કાતર

મુંબઈ
અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ ૨ માટે સેન્સર બોર્ડ સૂચવેલા ૨૭ કટ્‌સ હાલ ચર્ચામાં છે. ફિલ્મમાં કાપકૂપ કરવાના બદલે મેકર્સે એડલ્ટ સર્ટિફિકેટ લેવાનું પસંદ કર્યું હતું. ગદર ૨ના કિસ્સામાં પણ સેન્સર બોર્ડે કેટલાક દૃશ્ય અને સંવાદ દૂર કરાવ્યા છે. ગદર ૨માં ૧૦ કટ્‌સ કરાવ્યા બાદ સેન્સર બોર્ડે ેંછ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મમાં તોફાનો દરમિયાન હર હર મહાદેવાના જય ઘોષ દૂર કરાવ્યા છે. આ ઉપરાંત તિરંગાની જગ્યાએ ઝંડા શબ્દનો ઉપયોગ કરાવ્યો છે. ફિલ્મમાં ફાઈટિંગના એક સીનના બેકગ્રાઉન્ડમાં શિવ તાંડવ સંભળાતું હતું. મ્યૂઝિકમાંથી શિવ તાંડવ દૂર કરાવ્યું છે. ૨ કલાક ૫૦ મિનિટનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મમાં ગીતા અને કુરાના સંદર્ભનો એક સીન છે. ડાયલોગમાં કહેવાયું છે, બંને એક જ છે. બાબા નાનકજીએ પણ આ જ કહ્યું છે. ડાયલોગ બદલીને એક નૂર તે સબ ઉપાજે, બાબા નાનકજીને યહી કહા હૈ – કરી દેવાયો છે. ફિલ્મમાં એક જગ્યાએ બાસ્ટર્ડ શબ્દ હતો, તેને બદલીને ઈડિયટ કરાયો છે. આ ઉપરાંત ડિફેન્સ મિનિસ્ટરના બદલે રક્ષામંત્રી કરી દેવાયું છે. ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરાવવામાં આવ્યા છે. ફિલ્મનના ક્લાઈમેક્સ દરમિયાન હિંસક દૃશ્ય છે. બેકગ્રાઉન્ડમાં શિવ તાંડવ અને કેટલાક મંત્ર ચાલતા હતા. તેના બદલે નોર્મલ મ્યૂઝિક રાખવા સૂચના અપાઈ છે. આ સાથે ફિલ્મમાં દર્શાવાયેલા તમામ શ્લોક અને મંત્રના ટ્રાન્સલેશનની કોપી રજૂ કરવા પણ જણાવાયું છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ બની છે. તેથી ફિલ્મમાં દર્શાવાયેલા ફેક્ટ્‌સ અંગે પણ રિપોર્ટ મંગાયો છે. ફિલ્મના ડિસ્કલેમરમાં ફેરફારની સૂચના અપાઈ હોવાનું પણ કહેવાય છે. જાેકે ગદર ૨ને સેન્સર બોર્ડે આપેલી સૂચનાઓ અંગે ખાસ ચર્ચા થઈ નથી.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *