Gujarat

આમ આદમી પાર્ટી માંથી ગૌ ભક્ત અર્જુન આંબલીયા નું રાજીનામું

હું આહીર નું લોહી છું મારા સમર્થકો અને ગૌ પ્રેમીઓ સાથે વિશ્વાસઘાત ના કરી શકું : આંબલીયા
ગાય ને રાષ્ટ્રીય સન્માન આપવા માટે ઘણાં વર્ષો થી સરકાર સામે લડત ચલાવતા ગુજરાત ના યુવાન અર્જુન આંબલીયા ગત વિધાનસભા ની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી માં જોડાય ને સમર્થન કર્યું હતું  જેને હાલ પત્ર લખી પાર્ટી માંથી રાજીનામું આપ્યું છે આ મુદ્દે એની સાથે વાત કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી એ ગાય માટે ની અમારી 17 માંગો નું લેખિત સમર્થન આપ્યું હતું એટલે પાર્ટી માં જોડાઈ એને સપોર્ટ કરવો મારો ધર્મ હતો હું પાર્ટી માં જોડાયો ત્યારે મારા સમર્થકો ને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણા મુદ્દા પર પાર્ટી આગળ આવશે પણ ગુજરાત માં સરકાર બની નહિ એટલે જ્યાં આમ આદમી પાર્ટી ની સરકાર છે ત્યાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય માં સરકારે પ્રસ્તાવ પાસ કર્યા એમ દિલ્લી અને પંજાબ માં પ્રસ્તાવ પાસ કરે એના માટે 3 મહિના પહેલા મે પાર્ટી ના પ્રમુખ શ્રી ને પત્ર લખ્યો હતો જેનો કોઈ મને જવાબ ના મળતા આજે આ નિર્ણય લીધો છે.
વધુમાં એણે જનવ્યું કે 2014 પહેલા ભાજપ પણ કહેતી કે અમારી કેન્દ્ર માં સરકાર બનશે તો અમે ગાય ના મુદ્દા પૂરા કરીશું પણ સત્તા માં આવી આજે ભાજપ સરકાર ગૌ માતા ને ભૂલી ગઈ છે. માટે આમ આદમી પાર્ટી જો ગૌ માતા અને સનાતન ધર્મ ને માનતી હોય તો જ્યાં સત્તા માં છે ત્યાં દિલ્લી અને પંજાબ માં ગૌ માતા ને રાષ્ટ્રીય સન્માન આપવા જેમ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં પ્રસ્તાવ પાસ થયા તેમ દિલ્લી માં અને પંજાબ માં પ્રસ્તાવ પાસ કરી કરોડો લોકો નો વિશ્વાસ જીતવો જોઈએ હું પાર્ટીમાં માત્ર ગૌમાતા ના મુદ્દા માટે જોડાયો હતો પણ પાર્ટી એમાં આગળ ના આવે તો મે મારા સમર્થકો અને ગુપ્રેમીઓ સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય માટે હું આહીર નું લોહી છું એવું ના કરી શકું એટલે રાજીનામું આપ્યું છે. પાર્ટી લોકો ના કાર્યો ને વાચા આપી  ખુબ આગળ વધે એવી શુભેચ્છાઓ.
રિપોર્ટર: દીપક રાજા

IMG-20230804-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *