Gujarat

અંબાજી ગામ ના લોકો ભૂંડો (જંગલી સુવર) ના ત્રાસ થી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠયા છે

*અંબાજી ગ્રામ પંચાયત આ સમસ્યાનો નિકાલ કરશે કે શું તે જોવાનું રહ્યું*
*નાના બાળકો અને નાના વાછરડા ઉપર ભૂંડો હમલો કરતા ઘણીવાર જોવા મળે છે*
અંબાજી એ ધાર્મિક સ્થાન છે અને વિશ્વ વિખ્યાત છે અંબાજી ગામ માં ચારે બાજુ ભુંડો ત્રાસ જોવા મળે છે આખા ગામને ભૂંડ ઉછેરકેન્દ્ર બનાવી રાખ્યું છે રાક્ષસી આકાર ના ભૂંડો ની દહેશત રહેણાંક વિસ્તરો માં ભૂંડો થી ડર લાગે છે અંબાજી ગામ ના લોકો ભૂંડો ના ત્રાસ થી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અંબાજી ગામ પંચાયત અને અંબાજી શહેરી વિકાસ સત્તા મંડળ અમલીકરણમાં આવેલું છે તેમ છતાં પણ આંખે પાટા બાંધ્યા હોય તેમ અંબાજીની આ સમસ્યા તેમને દેખાતી નથી
*સૂત્ર દ્વારા જાણવા મળે છે કે…*
ઘણા સમયથી અમુક ઇસમો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે
આ મહેરબાની ભુંડ પકડવા વાળાની જ છે આખા ગામ ને ભુંડ ઉછેર કેન્દ્ર બનાવી દીધુ છે બીજે ક્યાક થી લાવી પાડા જેવી ભુંડડીઓ અંબાજી માં ઠાલવી દે છે નર ઉપાડી જાય ને માદા ને અંબાજી ઉછેર કેન્દ્ર મા નાખી દેવામાં આવે છે ભૂંડ ને બેરહમી પૂર્વક પકડે છે એ પણ પ્રાણી ક્રૂરતા અધિનિયમ મુજબ ગુન્હો છે..અને પાળે છે એ એથી પણ મોટો ગુન્હો છે ગ્યાભણી ભુંડડીઓ અંબાજી મા લાવી ને મુકી દેતા હોય તેવુ લાગે છે ને જેમ ખેતર મા પાક તૈયાર થાય ત્યારે આવીને લઈ જાય છે પકડીને છોડવા ક્યાં એ પ્રશ્ન છે. ખસીકરણ એ જ ઉત્તમ માર્ગ છે. જે ગ્રામ પંચાયત આસાનીથી કરાવી શકે છે. અગર ઇચ્છાશક્તિ હોય તો!
 આ સમસ્યા ધ્યાને આવ્યા બાદ ગામ ના આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા ઉપર અંબાજી ગ્રામ પંચાયત વિરુદ્ધ રોસ થાલવિયો હતો અને અંબાજી ગ્રામ પંચાયત અને અંબાજી શહેરી વિકાસ સત્તા મંડળ અમલીકરણ માં આવેલું છે અમલીકરણ એક્ટ તરીકે મામલતદાર પણ છે S.D.M પણ છે અને પોલીસ પણ છે તો પછી ગામ વાળા એકજ આશા વહીવટી તંત્ર ઉપર રાખે છે કે, પ્રાણી ક્રુરતા અધિનિયમ અને સીઆરપીસી એકટ  હેઠળ કાર્યવાહી તંત્ર કરે તથા સુલેશ શાંતિનો માહોલ જાળવે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Screenshot_20211030_143924.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *