બોડેલી નજીક આવેલ વાસણા ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક રોશન શાહ પીર ની દરગાહ પર સંદલ ની અને ઉર્ષ ની ઉજવણી કરાઇ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે આવેલી રોશન શાહ પીર ની દરગાહ પર દર વર્ષે ઈસ્લામિક મહિનાના મહોરમ ના 16 માં ચાંદ ના રોજ સંદલ ચઢાવવામાં આવે છે તેમજ 17 માં ચાંદ ના રોજ ઉર્ષ ની ઉજવણી કરવામાં આવે છે
વાસણા ગામમાં આવેલી દરગાહ આસરે સવાસો વર્ષ જૂની આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો હાજરી આપતા હોય છે અને દરેક ધર્મના લોકોની અહીંયા મનોકામના પૂરી થાય છે ત્યારે આજે સંદલના દિવસે જુલૂસ નીકાળવામાં આવ્યું હતું આ જુલુસ દરગાહ પડતી નીકળીને વાસણા ગામના આવેલી હજરત ગેબનશાહ પીરની દરગાહમાં જઈને પરત રોશનશાપીર દાદા ની દરગાહ પર આવ્યું હતું
સંદલના દિવસે વાસણા ગામ માં સંદલ શરીફ નું જુલૂસ નીકળ્યું હતુ દરગાહ પર ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી ત્યારબાદ આમ ન યાજનું આયોજન કરવામાં આવ્યું હતું
બોક્સ
દેશમાં અમન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેની દરગાહ પર ખાસ દુઆઓ ગુજારવામાં આવી
ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર


