પ્રધાનમંત્રી જન જાતીય વિકાસ મિશન હેઠળની યોજનાઓમાંની એક વન ધન વિકાસ યોજના. ભારત સરકારના જન જાતીય બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત ટ્રાઇફેડ દ્વારા સંચાલન થતી વન ધન વિકાસ યોજના. ગુજરાતમાં ગઈકાલે વન ધન વિકાસ યોજના માં બનાવેલ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ગામ ખાતે બનાવવામાં આવેલ વન ધન કેન્દ્ર નું માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલું છે. ગુજરાત માં આ યોજનામાં આદિજતી વિકાસ વિભાગ, નોડલ અજેન્સી તરીકે અને વન અને પર્યાવરણ વિભાગ અમલીકરણ અજેન્સી તરીકે કાર્યરત છે. ગુજરાત ટ્રાઇફેડ ક્ષેત્રીય કાર્યાલય ના રિજીઓનલ મેનેજર શ્રી અજિત વાછાની અને યોજનાના સહાયક અને માર્ગદર્શક શ્રી નિકુંજ વાછાની, પંચમહાલ જીલાના નાયબ વન સંરક્ષક શ્રી એમ. એલ. મીના સાહેબ ના સંયુક્ત સહકાર થી આ કેન્દ્ર બનાવેલ છે.
આ યોજના થી ગુજરાત છેક અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને લાભ મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ જંગલમાંથી મળતી ગૌણ વન પેદાશોનું મૂલ્ય વર્ધન કરીને આદિવાસી લોકો ને આજીવિકા પૂરી પાડવાનો છે.
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર


