આમ તો ચોમાસા ના સમયે ગ્રામ્ય વિસ્તાર માં લો લેવલ ના કોજવે હોઈ કોતર હોઈ તેમાં પાણી આવી જતા હોઈ છે .અને લોકો ને અવર જવર કરવા મા લોકો ને હાલાકી પડતી હોઈ છે તેવા દ્રશ્યો આપણે ગણી વાર જોયા છે.પણ જે દૃશ્યો આપ જોઈ રહ્યા છે .તે બોડેલી તાલુકા ના વાંટા ગામ થી હરખપૂર જતા માર્ગ ના છે જે છેલ્લા એક વર્ષ થી લગભગ આઠ થી દશ ગામ ના લોકો અવર જવર કરવા ની સમસ્યા ભોગવી રહ્યા છે. શિયાળા અને ઉનાળા ના સમયે ગ્રામ પંચાયત દ્વ્રારા લોકો ને અવર જવર માટે નદી કિનારા ના પાસે ડાયવર્જન આપ્યું હતું તે પણ ઓરસંગ નદી મા પાણી આવી જતા તેનું ધોવાણ થયું છે.જે રસ્તો પણ હવે રાહદારી ઓ માટે બંધ થયો. વાંટા અને બોડેલી જવા માટે એક સીધો અને ટૂંકો માર્ગ હતો તે બંધ થતા રાહદારી ઓ ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. વાંટા ગામ ની સામે જ ખડકલા ગામ આવેલ છે જે એક જ કિમી નાં અંતરે આવેલ હોવા છતાં આ બે ગામ ના લોકો ને એક બીજા ના ગામે જવા માટે લગભગ 10 કિમી નો ફેરવો લાગ્વવો પડે છે ત્યારે ગેડીયા અને બીજા અન્ય ગામો ના લોકો ને જો બોડેલી જવું હોઈ તો 20 થી 25 કિમી નો ફેરાવો લગાવવો જ પડે છે. રસ્તો બંધ થતા રાહદારી ઓ ને તો હાલાકી પડી જ રહી છે સાથો સાથ ખેડૂતો ને પણ એટલીજ તકલીફ પડી રહી છે. ખાસ જે બાળકો સામે કિનારે સ્કૂલ હાઈ સ્કુલ અને મોડેલ શાળા આવેલ છે ત્યાં જાય છે તેમને જે તકલીફ પડી રહી છે તે તો વિચારવું રહ્યું. વાલી ઓ નું કહેવું છે કે ચોમાસા ના સમયે અન્ય રસ્તા ઓ ઉપર કોજવે આવે છે તેમાં જે પાણી ભરાય ત્યારે સ્કૂલે જ જવાતું ના હોઈ બાળકો ના શિક્ષણ પર સીધી અસર થઈ રહી છે.
વાંટા થઈ બોડેલી જવા માટે નો રસ્તો બંધ થતા આઠ થી દશ ગામ ના લોકો હવે અન્ય રસ્તા પર થઈ જવા મજબુર બન્યા છે . લાંબા રસ્તે થી પસાર થતા લોકો નો સમય પણ બગડે છે અને ઇંધણ પણ . આમ છતાં ગ્રામ્ય વિસ્તાર ના રસ્તા પર થી જવા મજબૂર બન્યા છે.જે લોકોને રસ્તા ઓની જાણકરી હોઈ તે ગામડા ઓ નાં રસ્તે થઈ બોડેલી પહોંચે છે જે બહાર થી આવતા લોકો જે બિલકુલ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તા ઓ થી અંજાણ હોઈ તેમને અટવાવા નો વારો આવે છે .જેથી જે ગામડાઓ માંથી આવા લોકો પસાર થાય છે તેમના માટે જે ગામ માંથી પસાર તેવા રાહદારી ઓ માટે દિશા સૂચક નાના બોર્ડ લાકડી ઓ ઉપર કે ઝાડો ઉપર લગાવ્યા છે . પણ તંત્ર છે કે નતો તૂટેલા પૂલ પર સાવચિતી નું બોર્ડ લગવાયું છે કે નથી દિશા સૂચક બેનર આ સમસ્યા ને લઈ ગામ ના લોકો અને ગેડીયા સરપંચે પણ તંત્ર માં રજૂઆત કરી છે પણ તેમની વાત જાણે તંત્ર સાભળવા માંગતુજ ન હોઈ તેમ લાગી રહ્યું છે
શહેરો મા મોટા મોટા ફ્લાય ઓવારો લોકો ની સુખ સુવિધા માટે બની રહ્યા છે ત્યારે છેલ્લા એક વર્ષ થી જે પૂલ તૂટી ગયો છે તેની નવિની કરણ કરવાની વ્યવસ્થા કે ન અન્ય રસ્તાની સુવિધ કરવા માં આવી નથી . હાલ તો આઠ થી દશ ગામ ના લોકો રસ્તા ને લઈ જે હાલાકી ભોગવી રહ્યા છે તેની ફિકર સરકાર કરે તે જરૂરી બન્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


