૭૪માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પ્રસંગે જૂનાગઢ સબ ડિવીઝનમાં ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી બીરદાવવામાં આવ્યા હતા.
જેમાં કેશોદ રેન્જના વનપાલશ્રી એચ.એલ.ભરડા , માણાવદર રેન્જના વનપાલશ્રી આર.કે.રાઠોડ, માણાવદર રેન્જના વનપાલ એ.બી.રાઠોડ, માંગરોળ રેન્જના વનરક્ષક શ્રી રાજેશકુમાર મનસુખભાઇ મોકરીયા, માણાવદર રેન્જના વનરક્ષક કુ.આર.એ.બેરા, માંગરોળ રેન્જના શ્રમયોગી શ્રી ગીજુભાઇ નારણભાઇ વાઘેલા, કેશોદ રેન્જના શ્રમયોગી શ્રી અરશીભાઇ વાજા, મેંદરડા રેન્જના શ્રમયોગી શ્રી કાંતિભાઇ બગડા, વિસાવદર રેન્જના શ્રમયોગી શ્રી એમ.એસ.વિકમાનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.


