કૃષિ ,પશુપાલન ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા. ૬ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે
મંત્રીશ્રી તારીખ ૬ ના રોજ ૧૫-૩૦ કલાકે જૂનાગઢ ખાતે આગમન અને શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓ, નિવૃત કર્મચારી અને વિશિષ્ટ પ્રતિભાનો સન્માન સમારોહ, કૈલાશ ફાર્મ, ખલીલપુર ચોકડી, બાયપાસ રોડ જૂનાગઢ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
મંત્રી શ્રી ૧૭ – ૦૦ કલાકે જૂનાગઢ ખાતે સંસદ સભ્ય શ્રી, ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે જૂનાગઢમાં થયેલ ભારે વરસાદના કારણે તારાજી અને વહીવટી તંત્ર દ્વારા કરાયેલ રાહત બચાવ અને સહાયની કામગીરી ની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, કોન્ફરન્સ રૂમ, જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેશે.
૧૮- ૧૫ કલાકે સમઢીયાળા (તા. મેંદરડા ) ખાતે આગમન અને શ્રી કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલય લોકાર્પણ અને સમઢીયાળા સેવા સહકારી મંડળી લી. ની સાધારણ સભામાં શ્રી લેઉવા પટેલ, સમાજ સમઢીયાળા ખાતે ઉપસ્થિત રહેશે.
