Gujarat

તા. ૭ ઓગસ્ટ થી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

જૂનાગઢ જિલ્લા ના  ખેડૂતો એ  વિવિધ સહાય મેળવવા તા. ૭ ઓગસ્ટ થી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

આઇ ખેડુત પોર્ટલ પર તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે ૭ ઓગષ્ટ થી આઈ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

              રાજયના ખેડુતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તા. ૦૭-૦૮-૨૦૨૩, સોમવાર ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. એમ જિલ્લા ખેતીવાડી અધિકારી,  જિલ્લા પંચાયત, જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *