Gujarat

આજરોજ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન આધુનિકરણ સંદર્ભે વર્ચ્યુઅલ ભૂમીપુજન કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આજરોજ રેલવે સ્ટેશન ખાતે માનનીય વડાપ્રધાન શ્રી  નરેન્દ્ર મોદી દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન આધુનિકરણ સંદર્ભ વર્ચ્યુઅલ ભૂમીપુજન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાવરકુંડલા ખાતે સાંસદશ્રી, ધારાસભ્યો શ્રી, અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, વેપારી આલમ, રેલવે કર્મચારીઓ સમેત વિવિધ વર્ગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જો કે હજુ પણ રેલસેવા સંદર્ભે ઘણાં એવાં મુદ્દાઓ વણસ્પર્શયા રહ્યા હોય તેવું લાગે છે. આજના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે ચિત્ર તો ઉજળું જોવા મળ્યું પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનો માટે પ્લેટફોર્મ સુવિધા, યોગ્ય સ્ટોપેજ, વ્યાજબી રેલવે ટિકિટ દર, સિનિયર સિટીઝન માટે યાત્રી ભાડામાં રાહત પર્યાપ્ત માત્રામાં ઓવર બ્રિજ, અંડર બ્રીજ વગેરે આમજનતાને સીધા સ્પર્શે એવાં મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું પણ જરૂરી છે. કદાચ સ્ટેશનમાં આવી હાઈટેક સુવિધાઓ નહીં હોય તો આમજનતા ચલાવી લે પરંતુ ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ પૂરતી લોકલ ટ્રેનો મળે ભાડામાં કોરોના કાળ પહેલાના ટિકિટ દર હોય એ પણ ઈચ્છનીય છે. રેલવે યાત્રા દરમિયાન યાત્રીઓની વધુ અસરકારક સુરક્ષા, વગેરે મુદ્દે વધુ સતર્કતા રહે વગેરે. આમ ગણો તો ભારત ગામડામાં જ વસે છે અને સમતોલ વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોને પણ પર્યાપ્ત માત્રામાં રેલ સેવા મળી રહે તે સૌથી વધુ જરૂરી છે. અમરેલી જિલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં હજુ બ્રોડગેજ લાઈન પણ નથી. અમરેલી જિલ્લાનાં ખાંભા, બગસરા જેવા વિસ્તારોમાં તો ટ્રેન એ એક સપનું જ છે. વળી અવારનવાર રેલ ટ્રેક પર સિંહોના મોત ન થાય તે અંગે પણ વધુ સતર્કતા જરૂરી છે.  આ પ્રસંગે ટ્રેનમાં મુસાફરી કરતાં નિર્દોષ યાત્રીઓના નિધન અંગે કોઈ દિલસોજી કે શ્રધ્ધાંજલી પાઠવી હતી કે કેમ?  કારણ કે અંતે ટ્રેન એ સમગ્ર ભારતને જોડતું અભિન્ન અંગ છે.  અને આવી દુર્ઘટનાની નોંધ પણ સજળ નયને  લેવાય એ ભારતીય સંસ્કૃતિની પરંપરા પણ છે. જો કે ચિત્ર દેખાય તેટલું ઉજળું હશે કે કેમ એ સવાલ લોકો પર છોડી આજના દિવસે લોકોને ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે વધુ બહેતર સુવિધા વ્યાજબી ટિકિટ દર સાથે ઉપલબ્ધ થાય એ જ આ પ્રસંગની સાચી ફલશ્રુતિ.. બાકી ભારત આઝાદ થયે પોણી સદી સુધી વાતો તો ખૂબ ગુલાબી થઈ છે એમાં બેમત ન હોય શકે.. હવે એને મૂર્ત સ્વરૂપ આપવાની વેળા છે. લોકો પણ હવે થાકી ગયા છે આવી ગુલાબી મખમલી વાતો સાંભળીને હવે અમલીકરણનો યુગ પ્રારંભ થાય એવી આશા.

IMG-20230806-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *