મોટા મિયા માંગરોળ ની ગાદીના સજ્જાદાનશીન ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક કોમી એકતા ના હિમાયતી એક સંપીના ચાહક હજરત હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબનો ત્રિ દિવસિય મેળો કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં મોટા મિયા માંગરોળ ગાદીના વંશજો હાજી કદીરૂદ્દીન પીરજાદા બાબા સાહેબ હાજી રફીકુદ્દીન પીરજાદા બાબા સાહેબની ઉપસ્થિતિમાં હર્ષ ઉલ્લાસ સાથે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો બંને દિવસોએ ફુલ ચાદર શંકા શરીફ ના જુલુસો નગરના મુખ્ય માર્ગો પર ફરી દરગાહ ખાતે પહોંચ્યા હતા આ ઉર્સમાં ભાગ લેવા ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓના હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ ઉર્ષમાં દક્ષિણ ગુજરાત સુરત વ્યારા ના આદિવાસી ભાઈઓની ભજન મંડળીઓએ ભજનોની રમઝટ બોલાવી હતી આ ઉર્ષની ખાસ વિશેષતા એ હતી કે બાબા સાહેબ ની પ્રસાદીમાં હિન્દુ મુસ્લિમ ભાવિક ભક્તો એક પંગાત માં બેસી નાત જાત ના ભેદભાવ ભૂલી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા નિઝામુદ્દીન બાવા સાહેબના ઉર્ષ ની સાથે મોટા મિયા માંગરોળ ગાદીના ખલીફા હજરત બહાદર અલીશાહ બાબા સાહેબ તેમજ હજરત મોહમ્મદ શાહ જબલપુરી બાબા સાહેબના ઉર્ષ ની પણ ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષ નુ સફળ આયોજન અને સંચાલન સ્વર્ગસ્થ ગુલામભાઈ ભગત નિશારભાઈ ભગત ના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


