છોટાઉદેપુર કે જે રાજ્યનો સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતો જિલ્લો છે,છતાં જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ મેદાનમાં ધોડેસવારી ,જીમનેશિયમ, વોલીબોલ,ફૂટબોલ,ટેનિસ,બેડમિન્ટન સહિતની રમતગમત માટે સુવિધાસભર મેદાન અને કોર્ટ બનાવવામાં આવ્યા છે,જે પોલીસ સહિત જાહેર જનતા માટે પણ ખુલ્લા કરવામાં આવ્યા છે,જ્યાં અવાર નવાર જુદી જુદી રમતોની પોલીસ ટુર્નામેન્ટનું આયોજન પણ કરવામાં આવે છે, ગઈકાલથી છોટાઉદેપુર બેડમિન્ટન કોર્ટ ખાતે બે દિવસીય વડોદરા રેન્જ પોલીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ નું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા રેંજની આ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર, વડોદરા ગ્રામ્ય,નર્મદા અને ભરૂચ આમ ચાર જિલ્લાના બેડમિન્ટન રસિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા ભરૂચની ટીમ થઇ હતી, આજે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખના હસ્તે વિજેતા ખેલાડીઓ અને ટીમને ટ્રોફી,મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ,ટુર્નામેન્ટનું સુચારુ આયોજન અને બહાર થી આવેલા પોલીસ પરિવારના ખેલાડીઓ માટે વ્યવસ્થા છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક સૂર્યવંશી દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


