હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી- ટીંબડી હાઈવે રોડ એક ગાય નું વાછરડા નુ એક્સિડન્ટ થયેલ તાત્કાલિક સારવાર કરાય…
પ્રાચી તીર્થ…
સુત્રાપાડા ના પ્રાચી ટ્રાફિક માં ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ગોહિલ તથા હિતેષ ભાઈ સોલંકી હાઇવે રોડ ઉપર જઈ રહ્યા હોય ત્યારે પ્રાચી નજીક ટીંબડી ગામ આગળ રોડ ની બાજુમાં એક ગાય નું વાછરડું તડપ્તું નજરે આવતા ત્યાં રોકાય અને જોતા એનું એક્સિડન્ટ થયેલ હોય અને આજુ બાજુમાં પૂછતા રાત્રે કોઈ અજાણ્યું વાહન ચાલકે ઠોકર મારી ગયેલ હોય ત્યારે આ વાછરડા નું સ્થળ પર એની સારવાર કરાવી અને ત્યાં નજીકમાં આવેલ પ્રાસલી ગૌ.શાળા માંથી વિપુલભાઈ ને ફોન દ્વારા બોલાવી અને ત્યાં સિફ્ટ કરેલ અને વધુ સારવાર કરાવેલ ત્યારે જાણવા મળેલ કે રાત નું થયેલ એક્સિડન્ટ પોલીસ ને ધ્યાને આવેલ ત્યારે એક ગૌવંશ નો જીવ બચાવેલ અને એમની માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું આગળ પણ ઘણી વાર ગૌ સેવા ની વાત આવે ત્યારે કઈ પણ વિચાર્યા વગર હિતેષ ભાઈ આગળ હોય અને લંપી વાયરસ દરમીયાન પણ ઘણી ગાયો ના જીવ બચાવેલ હતો…


