Maharashtra

૯૦જમાં આ બે એક્ટર્સની જાેડીએ આપી હતી સુપર હિટ ફિલ્મો તો પણ કોઈ જાદુ ના ચાલ્યો

મુંબઈ
૯૦ના દશકમાં બોલીવુડમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, શાહરુખ ખાન, સની દેઓલ, સંજય દત્ત અને સુનિલ શેટ્ટી સહીતના કલાકારો ધૂમ મચાવતા હતા. જેમના ઘણા એક્ટર્સ આજે પણ મુખ્ય ભૂમિકા ભજવતા જાેવા મળે છે. તેમાંથી ઘણા એક્ટર્સની જાેડી પણ હિટ સાબિત થઇ ચુકી છે. જેમ કે, ‘કરણ-અર્જુન’માં શાહરુખ-સલમાનની અને ‘સુહાગ’માં અક્ષય કુમાર અને અજય દેવગણની. ત્યારબાદ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી. તો બીજી તરફ અનિલ કપૂર અને જેકી શ્રોફ પણ હિટ જાેડી માનવામાં આવતી હતી. જાેકે, આ ઉપરાંત એક એવી જાેડી પણ હતી, જેને ૯૦ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી. જેમાંથી એક ફિલ્મની તો આજે પણ ખૂબ જ ચર્ચા થાય છે. આ જાેડીને ઓડિયન્સે ખૂબ જ પસંદ કરી હતી. આ જાેડી આજે પણ અલગ-અલગ ફિલ્મોમાં અપોર્ટિન્ગ અને નેગેટિવ રોલમાં જાેવા મળે છે. અહીં વાત થઇ રહી છે સંજય દત્ત(જીટ્ઠહદ્ઘટ્ઠઅ ઙ્ઘેંં) અને જેકી શ્રોફ (ત્નટ્ઠષ્ઠૌી જીરિર્કક)ની જાેડી વિશે. આ જાેડી ૯૦ના દશકમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે. જેમાંથી એક સૌથી કમાણી કરનારી અને ચર્ચિત ફિલ્મ છે ‘ખલનાયક’. જેકી અને સંજુએ વર્ષ ૧૯૮૯માં આવેલી ફિલ્મ ‘હમ ભી ઇન્સાન હૈ’માં સાથે કામ કર્યું અને ત્યાર બાદ ‘જીને દો’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ બંને ફિલ્મોને મિશ્રિત પ્રતિસાદ મળ્યો હતો. સંજય દત્ત અને જેકી શ્રોફની જાેડી વર્ષ ૧૯૯૩માં આવેલી ફિલ્મ ખલનાયકમાં ફરીથી સાથે જાેવા મળી હતી. મ્યુઝીકલી હિટ રહેલી આ ફિલ્મે મોટી કમાણી કરી હતી. જેના ૬ વર્ષ બાદ ૧૯૯૯માં આ જાેડીએ ફિલ્મ ‘કારતૂસ’માં સાથે કામ કર્યું હતું. આ ફીલને ચાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો, જાેકે, આ જાેડી અન્ય જાેડીઓ જેટલું ચાલી નહીં. સંજય દત્ત અને જેકી શ્રોફ આજે પણ બોલીવુડમાં કાર્યરત છે. આ બંને સ્ટાર્સ છેલ્લે ‘ટોટલ ધમાલ’માં એકસાથે જાેવા મળ્યા હતા. બંને અભિનેતા હવે લીડ રોલમાંથી સપોર્ટિંગ રોલમાં આવી ગયા છે. એટલું જ નહીં, સંજુ અને જેકી કેટલીક ફિલ્મોમાં નેગેટિવ રોલમાં પણ દેખાઈ ચુક્યા છે. તેમજ આ બંને અભિનેતાઓ બોલીવુડની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *